- મધુર અને કર્ણપ્રિય સંગીત આપનાર પાવરી વાદ્ય જોવા મળે છે આદિવાસી વિસ્તારોમાં
- દૂધી, વાસ, બળદનાં શિંગડાનો ઉપયોગ કરી બનાવવામાં આવે છે પાવરી
- આદિવાસીઓનું પાવરી વાદ્ય દેશ વિદેશમાં પ્રખ્યાત
ડાંગ : જિલ્લાના આદિવાસીઓ પોતાની જાતે અનેક વાજિંત્રો બનાવે છે. જેને પ્રસંગો અનુસાર વગાડવામાં આવે છે. પાવરી મોટાભાગે ભાયા કે ડુંગરદેવની પૂજા વખતે વગાડવામાં આવે છે. પ્રકૃતિ સાથે જોડાયેલા આદિવાસી દ્વારા આ મધુર, કર્ણપ્રિય વાદ્યની શોધ કરવામાં આવી છે. પાવરી વગાડનારને પાવરકર કહેવામાં આવે છે. આ વાદ્યને વગાડવામાં માટે સતત ફૂક્યા જ કરવું પડતું હોય છે, જેથી સંગીતના મધુર રેલાઓ સંભળાય છે.
ડાંગ જિલ્લાના આદિવાસીઓ દ્વારા બનાવવામાં આવેલ સંગીતનું પાવરી વાદ્ય પાવરી વાદ્યની બનાવટ
પાવરી એ એક સંગીતનું સાધન છે. જે ખાસ કરીને દૂધીમાંથી બનાવમાં આવે છે. દૂધીને કોતરી, બિયા કાઢી, પોલી કરવામાં આવે છે. તેના ઉપલા છેડે વાંસની બે પોલી સળીઓમાં કાણા પાડીને ગોઠવવામાં આવે છે. જ્યારે નીચલા છેડે બળદનું શિંગડુ અથવા તો તાડના પાનનું ભુગળું બનાવીને ગોઠવવામાં આવ છે. વચ્ચેના જોડાણ મધના મીણથી કરવામાં આવ છે. પાવરીને પીંછ તથા અનેક જાતનાં ઝુંમરોથી સજાવવામાં આવે છે.
પાવરી વાદ્ય દેશ વિદેશમાં પ્રખ્યાત
ડાંગ જિલ્લાના મોટા બરડાં ગામનાં પાવરકર રામદાસભાઈ ધૂમ જેઓ નાનપણથી પાવરી વગાડે છે. મુખ્યત્વે ભાયા કાર્યક્રમમાં પાવરી વાદ્ય વગાડવાની સાથે તેઓ પાવરીનાચ લઈ દેશ વિદેશમાં ગયાં છે. આદિવાસીઓનાં સાંસ્કૃતિક કાર્યક્રમ માટે રામદાસભાઈ મધ્યપ્રદેશ, વારાણસી, ગોવા સહિત વિદેશમાં સતત 15 દિવસ સુધી પાવરીનાચ નાં કાર્યક્રમ આપી ચૂક્યાં છે.
પાવરી રોજીરોટીનું સાધન
પાવરી વગાડનાર પાવરકર પાવરી વાદ્ય દ્વારા રોજીરોટી મેળવી રહ્યાં છે. ભાયા, નવરાત્રી, ગણપતિ વગેરે તહેવારો આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમોમાં વગેરેમાં તેઓ પાવરી વગાડવાનું કામ કરે છે. આ કાર્યક્રમોમાં પાવરી નાચ વખતે પાવરકર પાવરી સાથે જુદી જુદી કળા કરી ખેલ કરતાં હોય છે. રામદાસભાઈ ધૂમ વધુમાં જણાવે છે કે, પાવરી વાદ્યથી તેઓને રોજીરોટી મળે છે. આ ઉપરાંત દેશ વિદેશ સહિત તેઓ ગુજરાતનાં અન્ય જિલ્લાઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લઈ ચૂક્યાં છે.
પાવરી વાદ્ય દ્વારા કરવામાં આવે છે પાવરી નાચ
આદિવાસી સમાજમાં અગલ અલગ વાજિંત્રો સાથેનાં નાચ પણ આવેલાં છે. જેમાં પાવરી દ્વારા પણ પાવરી નાચ કરવામાં આવે છે. પાવરી નાચમાં કુલ 6 પાવરકરો હોય છે. જેઓ પાવરી વાદ્ય દ્વારા અવનવી કરતબો કરતાં હોય છે. પાવરી નાચ વખતે તેઓ પાવરી વાદ્ય સાથે પિરામિડ બનાવે છે. દિવાળી બાદ આ નૃત્ય કરવામાં આવે છે.