ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગના જંગલમાં 4 ટન ડિસપોઝલ પેપ્સીની પ્લાસ્ટિક થેલીઓ નાખતા વન્યપ્રેમીઓમાં આક્રોશ - ડાંગના જંગલ

આહવાથી સાપુતારાને જોડતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સોનગીર ફાટક પાસેના જંગલ વિસ્તારમાં એક પીકઅપ વાન જેમાં આશરે 4થી 5 ટન જેટલો ડિસપોઝલ પેપ્સીની પ્લાસ્ટિક થેલીઓ ઠાલવતા ડાંગના જંગલમાં 4 ટન ડિસપોઝલ પેપ્સીની પ્લાસ્ટિક થેલીઓ નાખતા વન્યપ્રેમીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

ETV BHARAT
ડિસપોઝલ પેપ્સીની પ્લાસ્ટિક થેલીઓ

By

Published : Aug 28, 2020, 11:05 PM IST

ડાંગઃ જિલ્લાના મુખ્ય મથક આહવાથી સાપુતારાને જોડતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સોનગીર ગામની ફાટક નજીક ઘનઘોર જંગલ વિસ્તારમાં એક પિકઅપ વાન જેમાં આશરે 4 થી 5 ટન પેપ્સીનો જથ્થો જંગલ વિસ્તારમાં ઠાલવી દેતાં વન્ય પ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઇ છે. મુખ્ય માર્ગના રસ્તાની બાજુમાં ઢગલાબંધ પ્લાસ્ટિકમાં પેપ્સીઓ ઠાલવી દેવામાં આવી છે. આહવા પૂર્વ વિસ્તારમાં આવેલા આ જંગલ વિસ્તારમાં વન કર્મીઓ ધ્યાન આપે તે જરૂરી બન્યું છે.

ડિસપોઝલ પેપ્સીની પ્લાસ્ટિક થેલીઓ

એ-વન ગૃહ ઉદ્યોગ નામની કંપની પ્રોડક્ટોને જંગલ વિસ્તારમાં ઠાલવવામાં આવી છે. આ કપંનીના સંચાલક સહિત દુકાનદારો દ્વારા જંગલ પ્રદુષિત કરવાની નીતિ હોઈ શકે છે. જેમણે ડિસપોઝલ પેપ્સીની પ્રોડક્ટને જંગલ વિસ્તારમાં ઠાલવવામાં આવી છે. રસ્તાની બાજુમાં ફેંકવામાં આવેલી આ પેપ્સીઓ જો કોઈ વન્ય પ્રાણીઓને દ્વારા આરોગવમાં આવે તો તેની આડઅસર અથવા બીમારી ફેલાવાનો ભય છે. આ સાથે જ સ્વાસ્થ માટે ખુબજ હાનિકારક છે. મોટા જથ્થામાં પ્લાસ્ટિક ઠાલવતા પર્યાવરણને પ્રદુષિત થવાનો ભય રહેલો છે ત્યારે વન્ય પ્રેમીઓની માગ છે કે, વન વિભાગ તેમજ તંત્ર દ્વારા આ અંગે તપાસ કરવામાં આવે અને પર્યાવરણને પ્રદુષિત કરનારા સામે યોગ્ય પગલાં લેવામાં આવે.

ડિસપોઝલ પેપ્સીની પ્લાસ્ટિક થેલીઓ

ABOUT THE AUTHOR

...view details