જિલ્લા કલેકટર શ્રી એન.કે.ડામોરે ટ્રસ્ટીઓને અભિનંદન આપતા જણાવ્યું હતું કે, આ મશીનના લીધે આહવા-ડાંગના ગરીબ દર્દીઓની હાડકાની સારવાર માટે ખૂબ જ ઉપયોગી રહેશે. જેનો લાભ દર્દીઓને સારી રીતે મળી શકશે. તેમજ આપણે સૌ સાથે મળીને કામ કરીએ તો પ્રજા સુખાકારી આરોગ્ય સેવાઓ સુદ્રઢ બની રહેશે. વધુમાં ડાંગમાં આરોગ્ય સેવાઓ સુંદર બની રહે તે માટે જિલ્લાનું આરોગ્ય તંત્ર કટીબધ્ધ છે. રાજ્ય તેમજ કેન્દ્ર સરકારશ્રીની મા કાર્ડ, આયુષમાન ભારત, મા વાત્સલ્ય જેવી યોજનાઓને કારણે આરોગ્ય ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી થઇ રહી છે. છેવાડાના માનવીઓ સુધી સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓ પહોંચે તો ખૂબ સારૂ કામ થઇ શકે છે.
આહવાની જનરલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગને ઓપરેશન ટુલ્સ અર્પણ - આહવાની જનરલ હોસ્પિટલ ન્યૂઝ
ડાંગઃ જિલ્લાના મુખ્ય મથક આહવા (જિલ્લા સેવા સદન) ખાતે ગુરૂવારના રોજ ભારતીમૈયા મેમોરીયલ ફાઉન્ડેશન અને સાપુતારા શિલ્પી હોટલ ઓનર શ્રી મહેન્દ્રભાઈ કતાર ગામવાલાના સૌજન્યથી જનરલ હોસ્પિટલ આહવાને ઓર્થોપેડિક વિભાગના ઓપરેશન થિએટર માટે વપરાતુ ડ્રીલ મશીનનું દાન અર્પણ કરાયું હતું.
આહવાની જનરલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગને ઓપરેશન ટુલ્સ અર્પણ
ડાંગ જિલ્લાને હાડકાના ઓપરેશન માટે અગત્યનું ટુલ્સ આપવા બદલ ડાંગ કલેકટર શ્રી એન.કે.ડામોર તથા જનરલ હોસ્પિટલ આહવાના સિવિલ સર્જનશ્રી ર્ડા. રશિમકાંત કોંકણીએ ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈ કતારગામવાલાનો આભાર વ્યક્ત કર્યો હતો.