ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગ જિલ્લામાં વધુ 1 કેસ કોરોના પોઝિટિવ, કુલ સંક્રમિતોની સંખ્યા 31 - Dang district news

ગુરુવારે ડાંગ જિલ્લામાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ સામે આવતા જિલ્લામાં સંક્રમિત લોકોની સંખ્યા 31 પર પહોંચી છે. જે પૈકી 13 એક્ટિવ કેસ છે અને 18 દર્દીઓ સ્વસ્થ થયા છે.

ડાંગ જિલ્લામાં ગુરુવારે 1 કોરોના કેસ નોંધાતા કુલ સંક્રમિતોની સંખ્યા 31 પર પહોંચી
ડાંગ જિલ્લામાં ગુરુવારે 1 કોરોના કેસ નોંધાતા કુલ સંક્રમિતોની સંખ્યા 31 પર પહોંચી

By

Published : Aug 6, 2020, 8:36 PM IST

ડાંગ: પ્રાપ્ત વિગતો અનુસાર વઘઇ તાલુકાના જામનપાડા ગામે એક 23 વર્ષીય યુવકનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.

ડાંગ જિલ્લામાં વધતા જતા કોરોના પોઝિટિવ કેસ બાબતે પ્રજાજનોને જાગૃતિ કેળવવા સાથે સરકારના માર્ગદર્શન મુજબ માસ્ક તથા સેનિટાઈઝરનો નિયમિત ઉપયોગ અને સોશિયલ ડિસ્ટનસિંગનું ચુસ્તપણે પાલન કરવાની અપીલ સાથે જિલ્લા વહીવટી તંત્રે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, ગુરુવારે નોંધાયેલા આ એક કેસ સાથે ડાંગ જિલ્લામાં કુલ 31 લોકો કોરોનાથી સંક્રમિત થઇ ચૂક્યા છે. જે પૈકી 18 દર્દીઓ સાજા થતા તેમને નિયમોનુસાર ડિસ્ચાર્જ કરાયા છે, જ્યારે 13 એક્ટિવ કેસ છે, જેમને આરોગ્ય વિભાગ દ્વારા નિયમોનુસાર આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details