ગુજરાત

gujarat

ડાંગ જિલ્લાનાં સુબિર તાલુકામાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

By

Published : Jul 18, 2020, 10:27 PM IST

ડાંગ જિલ્લામાં કોરોના વાયરસનાં કુલ 11 કેસ નોંધાયા હતા. જેમાંથી 8 કેસમાં દર્દી સાજા થઈ જતા તેઓને રજા આપવામાં આવી છે.જ્યારે ત્રણ કેસ હાલ સારવાર હેઠળ છે. આજે જિલ્લામાં સુબિર તાલુકામાં એક યુવકનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

ડાંગ જિલ્લાનાં સુબિર તાલુકામાં વધુ એક કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયો
ડાંગ જિલ્લાનાં સુબિર તાલુકામાં વધુ એક કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયો

ડાંગ: રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ ધીમીગતિએ વધવા લાગ્યુ છે. જેના કારણે જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી 6 જેટલા કેસો સામે આવ્યા હતા. શનિવારના રોજ સુબિર તાલુકાનાં સીંગાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સ્વિપર તરીકે કામ કરી રહેલા 30 વર્ષીય યુવક હરેશભાઇ પવારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

આ યુવકનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા આ યુવકને તાત્કાલીક આહવા કોવિડ કેર સેન્ટરમાં રીફર કરવાની તજવીજ હાથ ધરી હતી. ડાંગ જિલ્લામાં કોરોના પોઝિટિવનાં અત્યાર સુધીમાં કુલ 11 કેસ સામે આવ્યા છે. જેમાંથી 8 કેસમાં દર્દી સાજા થઈ જતા તેઓને રજા આપવામાં આવી હતી.જ્યારે હાલમાં કુલ ત્રણ એક્ટિવ કેસની સારવાર આહવા કોવિડ કેર હોસ્પિટલમાં ચાલુ છે.જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાનાં કુલ 2,140 સેમ્પલ લેવામાં આવ્યાં છે. જે પૈકી 2,084 સેમ્પલ નેગેટિવ અને 44 રિપોર્ટ પેન્ડિંગમાં છે. સાથે જ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 281 વ્યક્તિઓને કોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details