ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગ જિલ્લામાં પોષણ અભિયાનને જનઆંદોલન બનાવવા આહ્વાન - પોષણ અભિયાનને જનઆંદોલન બનાવવાનો પ્રારંભ

ડાંગના કલેક્ટર એચ.કે.વઢવાણિયાએ આહવા તાલુકાના પિંપરી ગામમાં પોષણ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે, 2020થી 2022 સુધી આ અભિયાનની ઉજવણી કરવામાં આવશે. કારણ કે, રાજ્યમાં એક પણ બાળક કુપોષિત ન રહે તે અંગેનું આહવાન રાજ્યના મુખ્ય પ્રધાન રૂપાણી દ્વારા કરવામાં આવ્યું છે.

ETV BHARAT
ડાંગ જિલ્લામાં પોષણ અભિયાનને જનઆંદોલન બનાવવાનો પ્રારંભ કરાયો

By

Published : Jan 31, 2020, 10:00 PM IST

ડાંગ: જિલ્લાના પિંપરી ગામમાં પોષણ અભિયાનને જનઆંદોલન બનાવવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં કલેક્ટર એચ.કે.વઢવાણિયાએ કહ્યું હતું કે, અલ્પપોષિત બાળકોના સુપોષણની સ્વૈચ્છિક જવાબદારી સમાજના વર્ગો પાલક વાલી ‛એક પાલક એક બાળક’ બનીને ઉપાડશે, તો આ જનઆંદોલન થકી અભિયાનને વેગ મળશે. જેથી રાજ્ય સરકારના તમામ વિભાગો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી અભિયાનની જેમ જ પોષણ અભિયાનમાં પણ જોડાશે.

ડાંગ જિલ્લામાં પોષણ અભિયાનને જનઆંદોલન બનાવવાનો પ્રારંભ કરાયો

ડાંગ જિલ્લામાં કુપોષણ બાળકોને શોધીને આંગણવાડી દ્વારા પોષણક્ષમ આહાર આપવામાં આવશે અને બાળકને કુપોષણ માંથી મુક્ત કરવામાં આવશે. જેના માટે જનભાગી અને અન્ય સંસ્થાઓ કુપોષિત બાળકોનો પાલક પિતા તરીકે સ્વીકાર કરશે અને બાળકને કુપોષણમાં મુક્ત કરવાની જવાબદારી સ્વીકારશે. આ સંસ્થા બાળકને પોતાનું બાળક સમજી તેનો વિકાસ સારી રીતે કરવાની જવાબદારીનો સ્વીકાર કરશે.

પોષણ અભિયાનને જનઆંદોલન બનાવવાનો પ્રારંભ
પોષણ અભિયાનને જનઆંદોલન બનાવવાનો પ્રારંભ

આ પ્રસંગે શાળાના બાળકો દ્વારા કુપોષિત બાળક અંગેનું નાટક રજૂ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પાલક પિતાને પ્રમાણપત્ર આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

પોષણ અભિયાનને જનઆંદોલન બનાવવાનો પ્રારંભ

આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી કાજલ ગામીત, પિંપરી ગ્રામ પંચાયતના સરપંચ, જિલ્લા પંચાયત સદસ્ય, ICDSનો સ્ટાફ, પાલક વાલીઓ, આંગણવાડી કાર્યકરો, તેડાગર બહેનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details