ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતથી પરત આવેલી સાપુતારાની નર્સને હોમ ક્વોરેન્ટાઇન કરાઇ

ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા(નવાગામ) ખાતેની એક યુવતી નર્સ છે. શનિવારે રાત્રીનાં અરસામાં સુરતથી ઘરે પરત આવતા તેને હોમ ક્વોરેન્ટાઇન કરાઈ હતી.

a
સુરતથી પરત આવેલ સાપુતારાની નર્સને કોરોન્ટાઇન કરાઇ

By

Published : Apr 12, 2020, 8:00 PM IST

ડાંગ: પ્રાપ્ત વિગતો અનુસાર સમગ્ર દેશમાં કોરોનાએ કહેર મચાવ્યો છે. આ કોરોનાને નાથવા માટે દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 21 દિવસ માટે લોકડાઉન જાહેર કર્યું છે. તેમજ લોકોને જ્યાં પણ છે ત્યાં જ રહેવા માટે અનુરોધ કરાયો છે. તેવામાં અમુક લોકો આજે પણ લોકડાઉનનાં નિયમોની ઐસી તૈસી કરી જિલ્લા બહાર જઈ રહ્યા છે.

સુરતથી પરત આવેલ સાપુતારાની નર્સને કોરોન્ટાઇન કરાઇ

ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારાનાં નવાગામ ખાતેની યુવતી કલ્પનાબેન એકનાથભાઈ પવાર.ઉ.25 જે સુરત ખાતે ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતી હતી. આ યુવતી શનિવારે રાત્રીનાં અરસામાં સુરતથી સાપુતારા(નવાગામ) ખાતે આવી હોવાની જાણ ગ્રામજનોને થઈ હતી. આ બાબતે જાગૃત નવાગામવાસીઓએ સાપુતારા પોલીસ મથક સહિત આરોગ્ય વિભાગને જાણ કરતા તંત્ર આ યુવતીનાં ઘરે દોડી ગયું હતું. આ યુવતીને આરોગ્ય વિભાગની ટીમે સાપુતારા પી.એચ.સી ખાતે લઈ જઈ આરોગ્ય તપાસણી કરી હતી.

યુવતીમાં કોરોનાનાં કોઈ શંકાસ્પદ લક્ષણો ન જણાતા સૌ કોઈએ હાશકારો અનુભવ્યો હતો. હાલમાં સાપુતારા પી.એચ.સીનાં ડોકટર્સે આ બહારથી આવેલ નવાગામની યુવતીને 14 દિવસ માટે હોમ કોરોન્ટાઈન કરી વધુ તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

ABOUT THE AUTHOR

...view details