- ડાંગ જિલ્લામાં કોરોનાને લઈને સારા સમાચાર આવ્યા
- ડાંગમાં હવે માત્ર કોરોનાના 31 જ એક્ટિવ કેસ
- જિલ્લામાં 28 દર્દીઓને હોમ આઈસોલેશનમાં રખાયા
ડાંગઃ જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. ડી. સી.ગામીત તરફથી મળેલી વિગતો અનુસાર, અગાઉ જિલ્લામાં કુલ 683 કેસ નોંધાઇ ચૂક્યા છે. આ પૈકી 652 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે આજની તારીખે 31 કેસ એક્ટિવ છે. એક્ટિવ કેસ પૈકી 2 દર્દીઓ આહવાની સિવિલ હોસ્પિટલમા, 1 દર્દી કમ્યુનિટી કોવિડ કેર સેન્ટર (સેવાધામ) ખાતે અને 28 દર્દીઓને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે.
આ પણ વાંચો-સુરત ગ્રામ્યમાં આજે શુક્રવારે કોરાનાના 84 પોઝિટિવ કેસ નોંધાયા
જિલ્લામાં 35 કન્ટેનમેન્ટ ઝોન, 34 બફર ઝોન
કોરોના સંક્રમણને અટકાવવા માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આજની તારીખે 497 વ્યક્તિઓને હોમ કવોરન્ટાઈન કરાયા છે. જ્યારે 10887 વ્યક્તિઓ હોમ ક્વોરન્ટાઈનમાંથી બહાર આવ્યા છે. જિલ્લામાં આજની તારીખે કુલ 35 કન્ટેઈન્મેન્ટ ઝોન (એક્ટિવ) નિયત કરાયા છે, જેમા 109 ઘરોને આવરી લઈ 446 વ્યક્તિઓને ક્વોરન્ટાઈન કરાયા છે. જ્યારે 34 બફર ઝોન (એક્ટિવ)માં 213 ઘરોને સાંકળી લઈ 893 લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.