- ડાંગમાં વરસ્યો કમોસમી વરસાદ
- ગરમીમાં વરસાદથી વ્યાપ્યો બફારો
- પાકને નુકસાન થવાનો ખેડૂતોને ભય
સાપુતારા: રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં કાળઝાળ ગરમીએ લોકોના જીવનને ત્રસ્ત કર્યું હતું તેવામાં કમોસમી વરસાદ વરસતા ડાંગી ખેડૂતોની સ્થિતિ બેબાકળી બની છે. જ્યારે સમગ્ર પંથકમાં ઠંડક વ્યાપી જતા લોકોએ ગરમીથી રાહત મેળવી હતી.
વધુ વાંચો:ગિરિમથક સાપુતારાના તળેટીય વિસ્તારમાં કમોસમી વરસાદ
જિલ્લાનાં ગિરિમથક સાપુતારા સહિત સરહદીય પંથકનાં ગામડાઓમાં રવિવારે અચાનક વાદળોનાં ઘેરાવામાં વીજળીનાં કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો. જિલ્લાનાં ગિરિમથક સાપુતારા ખાતે કમોસમી વરસાદ પડતા અહીનાં સમગ્ર સ્થળોનાં વાતાવરણમાં ઠંડકતાની શીત લહેર સાથે બફારો વ્યાપી ગયો હતો.
વધુ વાંચો:દિલ્હી NCRનું હવામાન બદલાશે, જોરદાર વાવાઝોડાની સંભાવના