ડાંગ: ડાંગ જિલ્લાની વિધાનસભાની ખાલી પડેલી બેઠક માટે યોજાનારી પેટા ચૂંટણીના સંદર્ભે કાર્યરત MCMC અને મીડિયા સેન્ટરની ચૂંટણી ખર્ચના નોડલ ઓફિસર અને જિલ્લા વિકાસ અધિકારી એચ.કે. વઢવાણિયાએ મુલાકાત લીધી હતી.
ડાંગ: ચૂંટણી ખર્ચના નોડલ ઓફિસરે MCMC અને મીડિયા સેન્ટરની મુલાકાત લીધી - District Information Office
ડાંગ જિલ્લાની વિધાનસભાની ખાલી પડેલી બેઠક માટે યોજાનારી પેટા ચૂંટણીના સંદર્ભે કાર્યરત MCMC અને મીડિયા સેન્ટરની ચૂંટણી ખર્ચના નોડલ ઓફિસર અને જિલ્લા વિકાસ અધિકારી એચ.કે. વઢવાણિયાએ મુલાકાત લીધી હતી.
ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે કાર્યરત જિલ્લા માહિતી કચેરીએ કાર્યરત કરાયેલા MCMC સેન્ટર અને મીડિયા સેન્ટરની મુલાકાત લઈ જિલ્લા વિકાસ અધિકારી એચ.કે. વઢવાણિયાએ મીડિયા સર્ટિફિકેશન અને મોનિટરિંગની હાથ ધરાયેલી કામગીરીની વિગતો મેળવી હતી. આ દરમિયાન ડાંગ જિલ્લામાં સ્થાનિક કેબલ નેટવર્ક ન હોવાથી અહીં પ્રસારિત થતી સેટેલાઈટ ચેનલોના ન્યૂઝ મોનિટરિંગની વ્યવસ્થા સહિત પ્રિન્ટ મીડિયાની કામગીરીની જાણકારી મેળવી હતી અને ઉપયોગી સૂચન કર્યા હતા.
જિલ્લા માહિતી કચેરી ખાતે ડિસ્પ્લે કરાયેલી ચૂંટણીલક્ષી વિગતોનું પ્રદર્શન જોઈને એચ.કે. વઢવાણિયાએ આ પ્રદર્શનને વધુ લોકભોગ્ય બનાવવાની ભલામણ કરી હતી. એચ.કે. વઢવાણિયા આ મુલાકાત દરમિયાન તેમની સાથે મદદનીશ ખર્ચ નિરીક્ષક રાજેન્દ્ર પટેલ પણ જોડાયા હતા.