- પ્રવાસીઓની ભારે હાલાકી
- કોરોનાએ ફરી માથું ઉચકતા ડાંગ જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું
- મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં બોર્ડર પ્રવેશ કરતા લોકોનાં RT-PCR ટેસ્ટની જવાબદારી મહારાષ્ટ્ર સરકારની
ડાંગ: રાજ્યમાં વધી રહેલા કોરોનાના કહેર બાદ ગિરિમથક સાપુતારા ખાતે મહારાષ્ટ્ર રાજ્યમાંથી આવતા પ્રવાસીઓને RT-PCR રિપોર્ટ ન હોય તો પ્રવેશબંધી ફરમાવી દેવામાં આવતા નાસિક-શિરડી ગયેલા લોકોને અટવાવવાની નોબત ઉભી થઈ હતી. પરિવાર સાથે ગયેલા પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે.
આરોગ્ય અધિકારીની ગંભીર બેદરકારી
ગુજરાતના પ્રવાસીઓ દ્વારા બુમરાણ, મહારાષ્ટ્રમાં ટેસ્ટ માટે વધારે પૈસા વસુલવામાં આવે છે. મળતી માહિતી મુજબ રાજ્યમાં કોરોના મહામારીની ગંભીર પરિસ્થિતિએ ફરી માથું ઉચકતા ડાંગ જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. ગિરિમથક સાપુતારાના મહારાષ્ટ્રની સરહદ પર સાપુતારા પોલીસ મથકનાં PSI એમ.એલ. ડામોર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને RT-PCR ટેસ્ટ રિપોર્ટ વગર ગુજરાત મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાંથી આવતા પ્રવાસી વાહનોને રોકી દેતા ગુજરાત રાજ્યના પ્રવાસીઓ નાસિક, શિરડીના દેવ દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. તેઓને ટેસ્ટ રિપોર્ટ ન બતાવતા ગુજરાતમાં પ્રવેશબંધી કરીને પરત મહારાષ્ટ્રમાં મોકલી દેતા પ્રવાસીઓની કફોડી સ્થિતિ ભારે સર્જાઈ હતી.
આ પણ વાંચો:મહારાષ્ટ્રથી ગુજરાત આવતા પેસેન્જર માટે RT- PCR ટેસ્ટ ફરજિયાત કરાયો