- ડાંગ જિલ્લા ભાજપ પાર્ટીમાં નવા હોદ્દેદારોની નિમણુંક
- જુના કાર્યકર્તાઓનો સમાવેશ ના કરતા કાર્યકર્તાઓમાં નારાજગી
- પાયાનાં કાર્યકર રમેશભાઈ ગાગાડોનો નારાજગી બાબતે પત્ર ફરતો થયો
ડાંગઃ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા ડાંગ જિલ્લા ભાજપ પાર્ટીમાં નવા હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી છે. નવા હોદ્દેદારોમાં વર્ષો જુના કાર્યકર્તાઓનો સમાવેશ ના કરતા કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી રહી છે.
ડાંગ જિલ્લા ભાજપ પાર્ટીમાં નવા હોદ્દેદારોની નિમણુંક
ડાંગ જિલ્લા ભાજપ હોદેદારોની વરણીમાં પાયાનાં કાર્યકરોની અવગણનાથી ડાંગ જિલ્લાના ભાજપના પાયાનાં કાર્યકરો અને પધઅધિકારીઓમાં નારાજગી વ્યાપી ગઈ છે. ગત ટર્મમાં ભાજપ પાર્ટી પ્રમુખ બાબુરાવભાઈ ચૌર્યા હતા. હાલ દશરથ પવારની વરણી કરવામાં આવી છે. માજી ઊપપ્રમુખ તરીકે રમેશભાઈ ભોયે,શિવાજી ભરસટ,જીતુભાઈ પટેલ,દક્ષાબેન પટેલ,આરતી ચૌધરી, વગેરે હતા. નવા ઊપપ્રમુખ તરીકે ધર્મેશ પટેલ,દક્ષાબેન પટેલ,રણજીતા પટેલ,ઊર્મિલા ખેરાડ,દેવરામ પાલવા શંકર પવાર,દેવરામ જાધવ અને ગીરીશ મોદીની વરણી કરવામાં આવી છે.જયારે માજી મહામંત્રી તરીકે રમેશભાઈ ગાગોડા,કિશોરભાઈ ગાવિત અને દિનેશભાઈ વગેરે હતા. નવા વરાયેલા મહામંત્રી તરીકે કિશોર ગાવિત,હરિરામ રતિલાલ સાવંત,રાજેશ ગામિતની વરણી કરવામાં આવી છે.
વર્ષો જૂનાં પાયાનાં કાર્યકર્તાઓને હોદ્દો ન આપતાં કાર્યકતાઓમાં નારાજગી
ડાંગ જિલ્લામાં પાયાનાં કાર્યકરો કે જેઓ વીસથી ત્રીસ વર્ષોથી પણ વધુ સમયથી કામગીરી કરી તેવા કાર્યકરો કે પધઅધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો નથી. જેઓ છેલ્લા 20-30 મહિનાથી ભાજપ સાથે જોડાયાં છે. તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેનાં લીધે પાયાના કાર્યકર્તાઓમાં વિરોધનું વંટોળ જોવા મળી રહ્યું છે.