ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગ જિલ્લા કોરોના અપડેટ: નવા 8 કેસ નોંધાયા, 7 દર્દીઓ સાજા થયા

ડાંગ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 8 નવા કેસ નોંધાયા છે. જેની સામે 7 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે.

By

Published : May 6, 2021, 5:07 PM IST

ડાંગ જિલ્લા કોરોના અપડેટ: નવા 8 કેસ નોંધાયા, 7 દર્દીઓ સાજા થયા
ડાંગ જિલ્લા કોરોના અપડેટ: નવા 8 કેસ નોંધાયા, 7 દર્દીઓ સાજા થયા

  • ડાંગ જિલ્લામાં 7 દર્દીઓને રજા અપાઈ
  • નવા 8 કેસ સાથે કુલ કેસ 553, એક્ટિવ કેસ 95
  • કોરોનાનાં કારણે આહવાના આધેડનું મોત

ડાંગ: જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડૉ. ડી.સી.ગામીત તરફથી મળેલી વિગતો અનુસાર આ સાથે જિલ્લામાં કુલ 561 કેસો નોંધાઇ ચુક્યા છે.જે પૈકી 466 દર્દીઓને રજા અપાઈ છે. જ્યારે આજની તારીખે 95 કેસો એક્ટિવ રહેવા પામ્યા છે

15 દર્દીઓ આહવા સિવિલમાં જ્યારે 75 દર્દીઓ હોમ આઇસોલેટ

એક્ટિવ કેસો પૈકી 15 દર્દીઓ આહવાની સિવિલ હોસ્પિટલમાં, 5 દર્દીઓ કોવિડ કેર સેન્ટર (સેવાધામ) ખાતે અને 75 દર્દીઓને હોમ આઇસોલેશનમા રાખવામા આવ્યા છે. "કોરોના સંક્રમણ" ને અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજની તારીખે 1193 વ્યક્તિઓને હોમ કવોરેંટાઈન કરાયા છે. જ્યારે 9283 વ્યક્તિઓના હોમ કવોરેંટાઈન પૂર્ણ થયા છે.

જિલ્લામાં 120 કન્ટેઈનમેન્ટ ઝોન નિયત કરાયાં, 237 સેમ્પલ કલેક્ટ કરાયા

જિલ્લામાં આજની તારીખે કુલ 120 કન્ટેઈનમેન્ટ ઝોન (એક્ટિવ) નિયત કરાયા છે. જેમા 392 ઘરોને આવરી લઈ 1786 વ્યક્તિઓને કવોરેંટાઈન કરાયા છે. જ્યારે 115 બફર ઝોન (એક્ટિવ)માં 682 ઘરોને સાંકળી લઈ 2963 લોકોને કવોરેંટાઈન કરવામા આવ્યા છે. ટેસ્ટિંગની વિગતો જોઈએ તો આજે જિલ્લાભરમાંથી 76 RT PCR અને 161 એન્ટીજન ટેસ્ટ મળી કુલ 237 સેમ્પલો કલેક્ટ કરાયા છે. જે પૈકી 76 RT PCR ના રિપોર્ટ પેન્ડિંગ રહેવા પામ્યા છે. જિલ્લામાં આજદિન સુધી કુલ 46,824 સેમ્પલ કલેક્ટ કરવામા આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details