ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગ કોરોના અપડેટ: સોમવારે નવા 15 પોઝિટિવ કેસ, 19ને રજા અપાઈ

ડાંગ જિલ્લામાં કોરોનાનો હાહાકાર યથાવત જોવા મળી રહ્યો છે. જિલ્લામાં સોમવારે વધુ 15 વ્યક્તિઓના કોવિડ ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ આંકડો 535 પર પહોંચ્યો છે.

ડાંગ કોરોના અપડેટ: સોમવારે નવા 15 પોઝિટિવ કેસ, 19ને રજા અપાઈ
ડાંગ કોરોના અપડેટ: સોમવારે નવા 15 પોઝિટિવ કેસ, 19ને રજા અપાઈ

By

Published : May 3, 2021, 7:55 PM IST

  • ડાંગમાં સોમવારે 15 દર્દીઓ પોઝિટિવ નોંધાયા
  • જિલ્લામાં હાલ 120 એક્ટિવ કેસ, કુલ કેસો 535
  • સોમવારે 19 દર્દીઓને રજા આપવામાં આવી

ડાંગ: રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં કોરોના બેકાબૂ બની ગયો છે. ડાંગ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં હાલના તબક્કે કોરોના કેસમાં ભારે ઉછાળો નોંધાઈ રહ્યો છે. ડાંગ જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડૉ ડી. સી. ગામીતનાં જણાવ્યા અનુસાર સોમવારે ડાંગ જિલ્લામાં 15 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે.

આ પણ વાંચો:ડાંગ જિલ્લામાં પ્રભારીમંત્રીની ઉપસ્થિતમાં કોવિડ-19 સમીક્ષા બેઠક યોજાઇ

ડાંગમાં સોમવારે 15 દર્દીઓ પોઝિટિવ નોંધાયા

ડાંગ જિલ્લામાં સોમવારે આહવાની 70 વર્ષીય વૃદ્ધા, ચીંચવિહીર ગામના 58 વર્ષીય પુરૂષ, આંબાપાડા આહવાની 55 વર્ષીય મહિલા, સરવરની 44 વર્ષીય મહિલા, નડગખાદીનો 22 વર્ષીય યુવાન, સરવરનો 13 વર્ષીય કિશોર, કોયલીપાડાનો 21 વર્ષીય યુવાન, માછળીનો 40 વર્ષીય પુરુષ, ટેકપાડાનો 35 વર્ષીય યુવાન, સરવરનો 60 વર્ષીય વૃદ્ધ, કાલીબેલની 17 વર્ષીય કિશોરી, 60 વર્ષીય વૃદ્ધા, 50 વર્ષીય પુરુષ, સરવરનાં 31 અને 36 વર્ષીય પુરુષનો કોવિડ ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્રએ વધુ તજવીજ હાથ ધરી છે. ડાંગ જિલ્લામાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કેસનો આંકડો 535 પર પહોંચ્યો છે. જેમાંથી 415 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. જ્યારે હાલમાં 120 દર્દીઓ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.

ABOUT THE AUTHOR

...view details