ડાંગઃ પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં સમાવિષ્ટ હનવતચોંડ ગામે ગતરોજ શુક્રવારે GEBની બેદરકારીનાં કારણે વિજફૉલ્ટ સર્જાતા ટી.વી, ફ્રીજ, બલ્બ, ટ્યૂબલાઇટ સહીત અન્ય ઇલેક્ટ્રૉનિક વિજકરણોને વ્યાપકપણે નુકસાન થયું છે.
હનવતચોંડ ગામમાં મેઇન વિજ સ્પલાયના તારથી ગામમાં વિજળી સ્પલાય માટે કેબલ લગાવવામાં આવ્યો હતો. કેબલ જોઇન્ટમાં ભૂલ થઇ હોવાના કારણે વિજ ફૉલ્ટ થવાનું કારણ સ્થાનિકોએ જણાવ્યું હતું. આ કેબલ જોઇન્ટ કરવા માટે ધોધલી ગામના કોંન્ટ્રાક્ટર અને વધઇ GEBના કર્મચારીઓની ઉપસ્થિતિથીમાં ઘટના બની હતી.
ગતરોજ શુક્રવારે સાંજે 7 વાગ્યાની આસપાસ વિજ ફૉલ્ટની ઘટના બનવાના કારણે ગામમાં અંધારપટ છવાઇ ગયો હતો. વિજ ફૉલ્ટ થવાની સાથે જ ગ્રામજનોના ફ્રીજ અને ટી.વીના ઉપકરણોમાં ધડાકો થો હતો. જેમાં ગામ લોકોએ આડોશ-પાડોશમાં તપાસ કરતાં માલૂમ પડ્યું કે, આજુબાજુના ઘરોમાં વિજકરણો ઉડી ગયા છે.
ઉલ્લેખનિય છે કે, અચાનક વિજફૉલ્ટના કારણે 18 ટી.વી, 64 બલ્બ, 34 ટ્યૂબલાઇટ, 4 ફ્રીજ અને ટી.વી સાથેના રિસીવરો અને લાઇટ સ્પલાયનાં વાયરો પણ બળી ગયા હતા. હનવતચોંડ ગામે ઉપલા અને નીચલા ફળિયામાં GEBની બેદરકારીના કારણે વિજફૉલ્ટ થયો હોવાના કારણે ગ્રામજનોને લાખો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.