ગુજરાત

gujarat

ETV Bharat / state

Necklace of forest goddess : વનદેવીનો નેકલેસ ચોમાસાની ઋતુમાં વેરી રહ્યો છે અનોખું સૌંદર્ય

ડાંગના ગીરા નદી પર આવેલો ગિરમાળ ધોધ ગુજરાતનો સૌથી 300 ફૂટ ઊંચો ધોધ (Girmal Dhodh in Dang) અંતરિયાળ વિસ્તારમાં હોવા છતાંય પ્રકૃતિ પ્રેમી પ્રવાસીઓ અહી અચૂકપણે મુલાકાત લઈ યાદગાર સંભારણું (Tourism in the monsoon) બનાવે છે. ગીરા નદીના પાણીથી ભરેલો યુટર્ન આકારને (Necklace of forest goddess ) લઇ આ સ્થળ વનદેવીના નેકલેસ તરીકે (Vandevis necklace ) પણ જાણીતું છે.

Necklace of forest goddess : વનદેવીનો નેકલેસ ચોમાસાની ઋતુમાં વેરી રહ્યો છે અનોખું સૌંદર્ય
Necklace of forest goddess : વનદેવીનો નેકલેસ ચોમાસાની ઋતુમાં વેરી રહ્યો છે અનોખું સૌંદર્ય

By

Published : Jul 15, 2022, 7:09 PM IST

ડાંગ: ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના ગીરા નદી ઉપર આવેલો "ગિરમાળનો ધોધ" (Girmal Dhodh in Dang)અને "વન દેવીનો નેકલેસ" એટલે ગીરા નદીનો યુ આકારનો વળાંક (Necklace of forest goddess ) ચોમાસાની ઋતુમાં મનમોહક બની ખીલી ઉઠ્યા છે. કુદરતે અહીં છૂટા હાથે સૌંદર્ય વેરતા અહીં ચોમાસાની ઋતુ (Monsoon Gujarat 2022 ) દરમિયાન અસંખ્ય પ્રવાસીઓ (Tourism in the monsoon) ઉમટી પડે છે. ડાંગમાં ગીરા નદી પર આવેલો ગિરમાળ ધોધ ગુજરાતનો સૌથી ઊંચો ધોધ 300 ફૂટ ઊંચેથી ખાબકતો ગિરમાળ ધોધ ગીરા ધોધ કરતાં કુદરતી સૌંદર્યથી ભરપૂર અને નદીના પહાડોમાં યુ ટર્ન આકાર હોવાથી વનદેવીના નેકલેસ (Vandevis necklace ) તરીકે પ્રખ્યાત છે.

ચોમાસાની ઋતુમાં મનમોહક બની ખીલી ઉઠ્યું વાતાવરણ

આ પણ વાંચોઃ 300 ફૂટ ઊંચેથી ખાબકતા ગિરમાળ ધોધનો અદભુત નજારો, ગુજરાતનો સૌથી ઊંચો ધોધ

ચોમાસામાં નીખરે છે સમગ્ર વિસ્તાર -ચોમાસુ (Monsoon Gujarat 2022 ) વરસાદ થતાં જ જિલ્લાની ચારેય નદીઓ સક્રિય બને છે. આ નદીઓમાં વહેતાં ઝરણાંઓ આકર્ષણનું કેન્દ્ર બને છે. સાથે જ ભારે વરસાદના કારણે જિલ્લાના અનેક ધોધ સક્રિય (Tourism in the monsoon) બને છે. નાના જળ ધોધની સાથે અહીં વઘઇ નજીક આવેલી અંબિકા નદીનો ગીરા ધોધ સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત ધોધ (Famous waterfall in Gujarat) તરીકે ઓળખાય છે. આ સિવાય પણ ડાંગમાં ગીરા નદી પર ગિરમાળ ધોધ (Girmal Dhodh in Dang)આવેલો છે, જે ગીરા ધોધથી પણ ઓળખાય છે. આ ધોધ સુબીર વિસ્તારના અંતરિયાળ વિસ્તારમાં આવેલો છે.

આ પણ વાંચોઃ ડાંગના ગીરાધોધ પર શિયાળાની અસર, જુઓ ગીરાધોધના આહલાદક દ્રશ્યો

ગુજરાતના સૌથી ઉંચા ધોધમાં ગિરમાળ ધોધનો સમાવેશ -ગુજરાતમાં આવેલો સૌથી ઊંચો ગિરમાળ ધોધ ડાંગ જિલ્લાનો સૌથી ઉંચામાં ઉંચો ધોધમાં ગિરમાળના ગીરા ધોધનો સમાવેશ થાય છે. ડાંગ ઉપરાંત ગુજરાતના સૌથી ઊંચા ધોધમાં ગિરમાળ ધોધનો (Girmal Dhodh in Dang) સમાવેશ થાય છે. આ ધોધ આશરે 300 ફૂટની ઊંચાઇથી પડે છે. ચોમાસાની ઋતુ (Monsoon Gujarat 2022 ) દરમિયાન ગીરા નદીના પાણીની આવક સાથે ગિરમાળનો ધોધ સક્રિય બને છે. ગિરમાળનો ધોધ અંતરિયાળ વિસ્તારમાં હોવા છતાંય પ્રકૃતિ પ્રેમી પ્રવાસીઓ અહી અચૂકપણે મુલાકાત લઈ યાદગાર સંભારણું બનાવે છે. નદીના યુટર્ન આકારમાં ડહોળુ પાણી લીલીછમ વનકન્દ્રાઓની સુંદરતામાં વધારો કરે છે. કુદરતનું અદભુત સૌંદર્ય વન દેવીનું નેકલેસ ચોમાસાની ઋતુમાં કુદરતી સૌંદર્યના બેનમૂન નજારા (Necklace of forest goddess ) અહીં ફરવા આવતા પ્રવાસીઓની (Tourism in the monsoon) આંખોને તાજગી બક્ષી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details