ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવામાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરાઇ - રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી

ડાંગ: ડાંગ જિલ્લાનાં મુખ્ય મથક આહવા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ બીબીબેન ચૌધરીના અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જિલ્લા કલેકટર એન.કે.ડામોર, જિલ્લા પોલીસ અધિક્ષક શ્વેતા શ્રીમાળી, તાલુકા પંચાયત પ્રમુખ નરેશભાઈ ગવળી ઉપસ્થિત રહ્યા હતાં.

ડાંગ જિલ્લાનાં મુખ્ય મથક આહવામાં રાષ્ટ્રીય એકતા દિવસની દબદબાભેર ઉજવણી

By

Published : Nov 1, 2019, 3:13 AM IST

લોહ પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે જિલ્લા પંચાયત પ્રમુખ બીબીબેન ચૌધરી સહિત મહાનુભાવોએ ફુવારા સર્કલ સરદાર પટેલ સ્મારક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી હતી. ત્યારબાદ ઉપસ્થિત જનમેદનીએ રાષ્ટ્રીય એકતાનાં શપથ લીધા હતા.

રન ફોર યુનિટીને પ્રસ્થાન કરાવતા જિલ્લા પંચાયત પ્રમુખ બીબીબેન ચૌધરી
પોલીસ હોમગાર્ડઝ, જવાનો, શાળા-કોલેજનાં વિદ્યાર્થીઓ દ્વારા માર્ચ પાસ્ટનું આયોજન
નગરજનોએ રન ફોર યુનિટીમાં ભાગ લીધો
સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ

ત્યારબાદ નેહરૂ યુવા કેન્દ્રના યુવાનો, શાળા-કોલેજનાં વિદ્યાર્થીઓ, સાપુતારા સ્પોર્ટસ ઓથોરિટીનાં યુવાનો,અને નગરજનો તથા પોલીસ અધિકારીઓએ, રન ફોર યુનિટીમાં ભાગ લીધો હતો. જેનું મહાત્મા ગાંધી ઉદ્યાન ખાતે સમાપન કરાયું હતું.ત્યારબાદ મહાત્મા ગાંધી ઉદ્યાનથી આહવાનગર થઇ ફુવારા સર્કલ સુધી જિલ્લા પોલીસ વડા શ્વેતા શ્રીમાળીનાં માર્ગદર્શન હેઠળ પોલીસ હોમગાર્ડઝ,સિક્યુરીટી ગાર્ડઝ,ફોરેસ્ટ બીટ ગાર્ડઝનાં જવાનો દ્વારા માર્ચ પાસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ઉજવણીમાં મોટી સંખ્યામાં અગ્રણીઓ તેમજ નગરજનોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details