ગુજરાત

gujarat

ETV Bharat / state

સરિતા ગાયકવાડની જગ્યાએ વનિતા ગાયકવાડ..!, ગુજરાત રાજ્ય પાઠયપુસ્તક મંડળનો ગંભીર છબરડો - Golden girl Sarita gayakwad

ડાંગની ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડે સમગ્ર દેશમાં ગુજરાતનો ડંકો વગાડ્યો છે. ત્યારે ગુજરાત રાજ્યનાં ધોરણ 7નાં પાઠ્યપુસ્તકમાં સરીતા ગાયકવાડનું નામ,સિદ્ધિ અને ફોટો છાપવામાં ભૂલ કરતા સોશિયલ મીડિયામાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. આખરે હરકતમાં આવી રાજ્ય પાઠ્યપુસ્તક મંડળે ભૂલ સ્વીકારી તમામ પ્રાથમિક શિક્ષણ અધિકારીઓને પુસ્તકમાં થયેલા ભૂલ સુધારવા માટે પરિપત્ર મેઈલ કર્યો હતો.

ધોરણ 7ના સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડના નામ/સિદ્ધિઓ અંગે છબરડો થતા આક્રોશ
ધોરણ 7ના સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડના નામ/સિદ્ધિઓ અંગે છબરડો થતા આક્રોશ

By

Published : Jul 8, 2020, 10:23 PM IST

ડાંગ: ગુજરાત રાજ્ય પાઠયપુસ્તક મંડળે વર્ષ 2020 માટે પ્રકાશિત કરેલા ધોરણ 7ના સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં પ્રકરણ 16ના એકમ જાતિગત ભિન્નતામાં સરિતા ગાયકવાડનું નામ લખવાની જગ્યાએ વનિતા ગાયકવાડનું નામ લખીને મોટો છબરડો વાળ્યો હતો. આ ઉપરાંત સરિતા ગાયકવાડનો ફોટો પણ ખોટો મૂકવામાં આવ્યો હતો.

ગુજરાત રાજ્ય પાઠયપુસ્તક મંડળ પોતે જાણે લોકડાઉનની અસરમાંથી બહાર ન આવ્યું હોય તેમ આ પાઠ્યપુસ્તકની કોપી બહાર પાડતા પહેલા શિક્ષણ વિભાગ કે પાઠ્યપુસ્તક મંડળના શિક્ષણવિદો દ્વારા પણ કોઈપણ પ્રકારની ચકાસણી કરવામાં આવી નથી.

ધોરણ 7ના સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડના નામ/સિદ્ધિઓ અંગે છબરડો થતા આક્રોશ

ડાંગ જિલ્લાના અંતરિયાળ ગામમાંથી આવતી એક દીકરી કે, જેણે ગુજરાતને અને દેશને વિશ્વફલક પર નામ અપાવ્યુ અને દેશ માટે ગોલ્ડમેડલ મેળવ્યો છતાંયે રાજ્ય સરકારનું શિક્ષણ વિભાગ આ દીકરીનું નામ,સિદ્ધિ અને ફોટો છાપવામાં ભૂલ કરી બેદરકારીનું પ્રદર્શન કરતા સોશિયલ મીડિયામાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.

સરિતા ગાયકવાડના ફેસબુક પેજ પર પણ નિંદા સાથે એમના મિત્રોએ આ પોસ્ટ મૂકી છે,જેમાં તેના મિત્રો દ્વારા પણ ટિપ્પણી કરવામાં આવી છે કે પુસ્તકમાં તેના નામમાં ફેરફાર, ફોટોગ્રાફમાં ફેરફાર, સિદ્ધિ અંગેની માહિતીમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સરિતાએ 2018ની જકાર્તા ખાતે યોજાયેલ 400મીટર દોડ અને 400મીટર હરડલ્સ દોડ એશિયન ગેમ્સમાં સુવર્ણચંદ્રક મેળવ્યો છે જેનો વ્યવસ્થિત ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

ધોરણ 7ના સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડના નામ/સિદ્ધિઓ અંગે છબરડો થતા આક્રોશ

ગુજરાત રાજ્યના પાઠ્યપુસ્તક મંડળ દ્વારા કદાચ ગૂગલમાં જઈને રેન્ડમ ફોટોગ્રાફ મેળવી એની ખરાઈ કર્યા વગર છાપી દેવામાં આવ્યો હોય તેવું જણાઈ રહ્યું છે. પાઠયપુસ્તકમાં જેનો ફોટો છપાયો છે તે વનિતા ગાયકવાડ કોણ છે તેની તપાસ કરતાં વિગતો મળી હતી કે પુસ્તકમાં જે ફોટો છપાયો છે તે હકીકતમાં વનિતા ગાયકવાડ છે પરંતુ તે સ્પોર્ટસ પર્સન નથી પરંતુ એક સામાન્ય યુવતી છે.

રાજ્ય પાઠ્યપુસ્તક મંડળની આ ભૂલ અંગે સરીતા ગાયકવાડનો ટેલીફોનિક સંપર્ક સાધતા તેણે આ બાબતે કોઈ પ્રતિક્રિયા આપી ન હતી.

ગુજરાત રાજ્ય શાળા પાઠયપુસ્તક મંડળની આ ભૂલ સોશિયલ મીડિયામાં વાઇરલ થતા તરત જ હરકતમાં આવી નાયબ નિયામક ગાંધીનગર દ્વારા રાજ્યનાં તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓને મેઈલ દ્વારા પરિપત્ર મોકલી વિગતોમાં તાત્કાલિક સુધારો કરવાની તાકીદ કરી હતી.આ મુદ્દો ડાંગ જિલ્લામાં પણ ચર્ચાનો વિષય બન્યો છે.

ABOUT THE AUTHOR

...view details