સરકારી વિજ્ઞાન કોલેજ આહવા ખાતે NAACના સભ્યોની મુલાકાત
ડાંગઃ સરકારી વિજ્ઞાન કોલેજ આહવા ખાતે NAAC (નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રિડેશન કાઉન્સિલ)ના સભ્યોએ મુલાકાત લીધી હતી. જેમાં ગઢવાલ કેન્દ્રીય યુનિવર્સીટીના પ્રો.વાઈસ ચાન્સેલર ડૉ. ડી.એસ.નેગી ચેરપર્સન, લખનૌ યુનિવર્સીટીના ફિઝિક્સ ડિપાર્ટમેન્ટના પ્રોફેસર અને હેડ મેમ્બર કો.ઓર્ડિનેટર ડૉ. નરેન્દ્રકુમાર પાંડે, પિંગલ ગવર્મેન્ટ કોલેજ ઓફ વુમન પ્રિન્સિપાલ ડૉ. ગડાંગી ઈન્દિરાએ સરકારી વિજ્ઞાન કોલેજ આહવા ખાતે નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રિડેશન માટે નિરીક્ષણ કર્યું હતું.
આ મુલાકાત દરમિયાન વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી, સુરતના પ્રતિનિધિ તરીકે ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશનના પ્રોફેસર અને હેડ ડૉ. રાજેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કોલેજના સ્થાપના વર્ષથી લઈ અત્યાર સુધીના કોલેજના ડેવલોપમેન્ટ, સિધ્ધિઓ અને અગત્યના દસ્તાવેજોનું સમિતિ દ્વારા અત્યંત બારીકાઇથી ચકાસણી કરવામાં આવી હતી.
સમગ્ર વિઝિટ માટે ઉચ્ચ શિક્ષણ ગાંધીનગર કચેરીના નેક સ્ટેટ નોડલ ઓફિસર ડૉ. આર.કે.શાહ અને કોલેજના પ્રિન્સિપાલ નગીનભાઈ એમ ટંડેલના માર્ગદર્શન હેઠળ નેક કો. ઓર્ડિ. નિકુંજ કે.લાડ અને આઈક્યુએસી કો.ઓર્ડિ. પ્રજ્ઞેશ જે. ચૌધરીએ ભારે જહેમત ઉઠાવી હતી. સમગ્ર કોલેજના સ્ટાફની લગન અને મહેનત થકી NAAC સમિતિનું મૂલ્યાંકન ઉત્તમ, સરળ અને યોગ્ય રીતે પાર પાડ્યું હતું.