ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગ કોરોના અપડેટ: 24 કલાકમાં 1 પોઝિટિવ અને 1 મૃત્યુ - dang in corona pisitive case

ડાંગ જિલ્લામાં કોરોના વાઇરસનાં કારણે 1 મૃત્યુનો કેસ નોંધાયો છે. કોરોના વાઇરસ પોઝિટિવ ધરાવનાર 1 વ્યક્તિનું ડાંગ જિલ્લામાં મોત નિપજતા ભયનો માહોલ ફેલાઈ રહ્યો છે.

ડાંગ જિલ્લામાં કોરોનાનાં કારણે 1 પોઝિટિવ અને 1 મૃત્યુનો કેસ નોંધાયો
ડાંગ જિલ્લામાં કોરોનાનાં કારણે 1 પોઝિટિવ અને 1 મૃત્યુનો કેસ નોંધાયો

By

Published : Apr 11, 2021, 7:42 PM IST

  • ડાંગ જિલ્લામાં 1 પોઝિટિવ કેસ નોંધાયો કુલ આંકડો 267
  • કોરોનાના કારણે 1 મૃત્યુ કુલ મૃત્યુ આંક 3
  • સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં 40 બેડ તૈયાર કરાયા


ડાંગઃ ડાંગ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મળતી માહિતી અનુસાર, 11 એપ્રિલના રોજ એક વ્યક્તિનુ કોરોનાના કારણે મૃત્યુ થયુ છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના વાઇરસથી 2 જ મૃત્યુનાં કેસો નોંધાયા હતા. જે બાદ હવે 3નો આંકડો થઈ ગયો છે.

આ પણ વાંચોઃડાંગ જિલ્લામાં કોરોનાની વિસ્ફોટક પરિસ્થિતિ, એક્ટિવ કેસો 47

જિલ્લામાં 1 દર્દી નું કોરોનાના કારણે મૃત્યુ

સમગ્ર ગુજરાતમાં ફક્ત ડાંગ જિલ્લામાં નહિવત સમાન મૃત્યુનાં કેસો નોંધાયા છે. પરંતુ ગત સપ્તાહથી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વાઇરસના પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે. ત્યારે એક દર્દીનું કોરોનાના કારણે મૃત્યુ થતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ડાંગ જિલ્લામાં 11 એપ્રિલ સુધીમાં 54 એક્ટિવ કેસો છે. સાથે જિલ્લામાં કોરોનાનો કુલ પોઝિટિવ આંકડો 267 પર પહોંચ્યો છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 212 લોકો સંપૂર્ણ સાજા થઈ જતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃડાંગ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત, 7 પોઝિટિવ કેસો નોંધાયા

કોરોના પોઝિટિવ દર્દીઓ માટે આહવા ખાતે 100 બેડ

કોરોના વાઇરસના વધતા કેસોને ધ્યાને લઇ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સિવિલ હોસ્પિટલમાં અલગ-અલગ કોવિડ વોર્ડ હોસ્પિટલ તૈયાર કરી છે. જેમાં 100 બેડ તેમજ સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં 40 બેડ તૈયાર કરી સજ્જ બન્યુ છે.

ABOUT THE AUTHOR

...view details