ડાંગઃ કોરોનાનું સંક્રમણ સતત વધતુ જાય છે. દિન પ્રતિદિન રાજ્યોના જિલ્લાઓમાં કોરોનાના કેસ સામે આવી રહ્યાં છે. ત્યારે ડાંગમાં કોરોનાના વધુ સાત પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ જિલ્લામાં કોરોના સંક્રમિતોનો કુલ આંક 64 પર પહોંચ્યો છે.
ડાંગ જિલ્લામાં કોરોના વધુ સાત કેસ નોંધાયા, કુલ આંક 64 પર - કોરોનાવાઈરસ ન્યૂઝ
કોરોનાના સંક્રમણ વચ્ચે ડાંગ જિલ્લામાં કોરોનાના વધુ સાત કેસો નોંધાયા છે. આ સાથે જ જિલ્લામાં કુલ આંક 64 ઉપર પહોંચ્યો છે.
![ડાંગ જિલ્લામાં કોરોના વધુ સાત કેસ નોંધાયા, કુલ આંક 64 પર coronavirus](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8672628-thumbnail-3x2-hhhh.jpg)
આહવા તાલુકાના હનવતચોન્ડ ગામે 45 વર્ષિય મહિલા સહિત ચીખલી ગામે 26 વર્ષિય યુવક, બરડપાણી ગામે 31 વર્ષિય યુવક તથા સાપુતારા ખાતે એક 18 વર્ષિય યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત સુબિર તાલુકાના ઝરણ ગામે એક 30 વર્ષિય યુવતિ અને શીંગાણા ગામે એક 18 વર્ષિય યુવક મળી એમ કુલ કોરોનાના 6 કેસ પોઝિટિવ નોંધાયા છે.
અન્ય એક મહારાષ્ટ્રના દર્દીનો ટેસ્ટ પણ પોઝેટિવ નોંધાતા ડાંગ જિલ્લામાં કુલ 7 જેટલા કેસો નોંધાયા છે. જે સંદર્ભે આરોગ્ય વિભાગે આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં 22 દર્દીઓ આહવા કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે 42 દર્દીઓ સાજા થઇ ગયા છે. જિલ્લામાં અત્યાર સુધી કુલ 15 જેટલા કન્ટેનમેટ ઝોન જાહેર કર્યા છે.