ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 76.69 ટકા પરિણામ જાહેર - મોરબી જિલ્લાના સમાચાર

સોમવારે સમગ્ર ગુજરાતનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે મોરબી જિલ્લાનું 76.69 ટકા પરિણામ નોંધાયું છે.

મોરબી જિલ્લાનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 76.69 % પરિણામ જાહેર
મોરબી જિલ્લાનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 76.69 % પરિણામ જાહેર

By

Published : Jun 15, 2020, 11:41 PM IST

મોરબી: લાંબા સમયથી સમગ્ર ગુજરાતના જે વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષાના પરિણામની રાહ જોઈ રહ્યાં હતા. તેમની આતુરતાનો આખરે અંત આવતા સોમવારે શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું હતું. જેમાં મોરબી જિલ્લાનું 76.69 ટકા પરિણામ જાહેર થયું હતું.

A1 ગ્રેડમાં 10, A2 ગ્રેડમાં 225, B1 ગ્રેડમાં 821, B2 ગ્રેડમાં 1335, C1 ગ્રેડમાં 1559, C2 ગ્રેડમાં 750, D ગ્રેડમાં 57, E ગ્રેડમાં 1 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. આ ઉપરાંત તો મોરબી જિલ્લાની ત્રણ કન્યાઓ રાચ્છ કિંજલ 93.42 ટકા, પરમાર અંજલી 92.42 ટકા અને કંડિયા રૂતવી 92.14 ટકા સાથે ઝળહળતું પરિણામ મેળવ્યું હતું.

મોરબી જિલ્લાનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 76.69 % પરિણામ જાહેર

ABOUT THE AUTHOR

...view details