ડાંગ: રાજ્યના છેવાડે આવેલો ડાંગ જિલ્લો કે જે ગુજરાતનું ચેરાપુંજી ગણાય છે ત્યાં સામાન્ય રીતે વર્ષે 100 ઈંચ કરતા વધુ વરસાદ વરસતો હોય છે
ત્યારે જૂન મહિનાની શરૂઆતમાં વિધિવત રીતે ચોમાસુ ચાલુ થઈ જતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા હતા.

ડાંગ જિલ્લામાં વાવણીલાયક વરસાદ વરસી જતા ઠેરઠેર લોકોએ ડાંગર, મગફળી જેવા પાકના બીજની વાવણી કરી હતી. આ પાક ઘરૂ પણ ઊગી ગયા હતા તેવામાં થોડાક દિવસથી વરસાદે વિરામ લેતા ડાંગી તાત ચિંતામાં મુકાઇ ગયો છે.
વરસાદના અભાવે ડાંગ જિલ્લામાં લોકો ભારે ગરમી અને બફારાનો અનુભવ કરી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસોમાં રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત તથા અમદાવાદમાં વરસાદ વરસવાની આગાહી છે ત્યારે ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા સહિત શામગહાન પંથકમાં ગુરુવારે છાંટા પડયા હતા. પરંતુ ખેડૂતો હજી પણ પાકને યોગ્ય વરસાદની રાહમાં બેઠા છે.