ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગમાં ડિઝાસ્ટર વિભાગ દ્વારા આગ અંગેની મોકડ્રીલનું થયું આયોજન - ડાંગ ન્યુઝ

ડાંગ: જિલ્લામાં પોલીસ બેરેક ખાતે સોમવારે જિલ્લા વહીવટી તંત્રના ડિઝાસ્ટર વિભાગ દ્વારા આગ અંગેની મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતુ. ડીઝાસ્ટર વિભાગ દ્વારા સમગ્ર ધટનાક્રમ ઉભો કરીને આપત્તી સમયે કેવી રીતે બચાવ કામગીરી કરવામાં આવે છે તેની સમજ આપવામાં આવી હતી. આ મોકડ્રીલમાં ડાંગ જિલ્લાનાં તમામ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા.

ડાંગ જિલ્લામા ડિઝાસ્ટર વિભાગ દ્વારા આગ અંગેની મોકડ્રીલનું આયોજન

By

Published : Oct 8, 2019, 2:58 AM IST

મોકડ્રીલમાં અચાનક શોર્ટસર્કીટના કારણે આગ લાગી હોય અને ફસાયેલા લોકોને કોવી રીતે બચાવવામાં આવે તે અંગે સમજણ આપવામાં આવી હતી. હકિકતમાં જાણે આગની ઘટના બની હોય એ રીતે ફસાયેલા લોકોની બચાવ કામગીરી હાથ ધરવામા આવી હતી. આગ પર કાબુમાં મેળવવા માટે આહવા સ્થિત ડાંગ જિલ્લાની ફાયર ટીમ, ડિઝાસ્ટર વિભાગ તથા ૧૦૮ ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

ડાંગ જિલ્લામા ડિઝાસ્ટર વિભાગ દ્વારા આગ અંગેની મોકડ્રીલનું આયોજન

જેમાં ફાયર ટીમ દ્વારા આગ પર કાબુમાં મેળવવામા આવ્યો હતો. ડિઝાસ્ટર વિભાગની ટીમ દ્વારા બેરેકમાં ફસાયેલ જવાનોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓને ૧૦૮ મારફતે આહવા સિવિલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. અંતે આ ઘટનાને મોકડ્રીલ જાહેર કરતાં સ્થાનિક લોકોને જાણે જીવમા જીવ આવ્યો હોય એમ રાહતનો શ્વાસ લીધો હતો.

ABOUT THE AUTHOR

...view details