ગુજરાત

gujarat

ETV Bharat / state

આહવામાં દુકાનમાં મોબાઈલ ચોરીની ઘટના CCTVમાં કેદ - ડાંગ પોલીસ

ડાંગ જિલ્લાનાં વહીવટી મથક આહવા ખાતે મોબાઈલની દુકાનમાંથી શટર તોડી અજાણ્યા તસ્કરો લાખો રૂપિયાની મતાનાં અલગ અલગ કંપનીનાં મોબાઈલ ચોરી જતા ચકચાર મચી જવા પામી છે.

Mobile stolen from shop in Ahwa, Dang
ડાંગના

By

Published : Nov 8, 2020, 11:44 AM IST

  • ડાંગના આહવા ખાતે મોબાઈલની દુકાનમાં ચોરી
  • દુકાનનો શટર તોડી તસ્કરોએ મોબાઈલ ચોરી કર્યા
  • કુલ રૂ.1,04,919નો મુદા માલ ચોરાયો

ડાંગ : જિલ્લાનાં વહીવટી મથક આહવા ખાતે ડાંગ સેવા મંડળની બાજુમાં આવેલ શિવશક્તિ મોબાઈલની દુકાનમાંથી શટર તોડી અજાણ્યા તસ્કરો લાખો રૂપિયાની મતાનાં અલગ અલગ કંપનીનાં મોબાઈલ ચોરી જતા ચકચાર મચી જવા પામી છે.

દુકાન માલિકે પોલીસ ફરિયાદ કરી

આહવા પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લાનાં વહીવટી મથક આહવામાં ડાંગ સેવા મંડળની બાજુમાં પ્રવીણસિંહ ગેસુસિંહ રાજપુરોહિતની શિવશક્તિ મોબાઈલની દુકાન આવેલી છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર શિવશક્તિ મોબાઇલના દુકાનદાર દુકાન બંધ કરી ઘરે જતા રહ્યા હતા. શનિવારે સવારે આ મોબાઈલની દુકાનની બાજુમાં ચાની રેકડીવાળાએ મોબાઈલની દુકાનનાં માલિકને ફોન કરી જણાવ્યું કે, તમારા દુકાનનું શટર ઊચું દેખાઈ રહ્યુ છે. બાદમાં અમોએ તુરંત જ અમારી મોબાઈલની દુકાન ખોલી અંદર ફર્નિચરમાં મુકેલ મોબાઈલની તપાસ હાથ ધરતા મોબાઈલ ચોરી થઇ ગઇ હતી. આ મોબાઈલની દુકાનમાં લગાવેલ CCTV કેમેરા ચેક કરતા એક શખ્સે મોઢાને કપડુ બાંધી દુકાનમાં પ્રવેશ કર્યો હતો. દુકાનનાં ફર્નિચરમાં મુકેલ અલગ અલગ કંપનીનાં મોબાઈલ ચોરી કરી તે શખ્સ બહાર એક શખ્સના હાથમાં આપી રહેલો દેખાઇ છે.

આહવા પોલીસની ટીમે ગુનો નોંધી તપાસ શરૂ કરી

આ અજાણ્યા ચોરોએ શિવશક્તિ મોબાઈલની દુકાનનું શટર તોડી અલગ અલગ કંપનીનાં 10 જેટલા મોબાઈલ જેની કિંમત 1,04,919નો મુદ્દામાલ ચોરી જતા તપાસનો વિષય બનવા પામ્યો છે. હાલમાં શિવશક્તિ મોબાઈલનાં દુકાન માલિકનાં ફરિયાદનાં આધારે આહવા પોલીસની ટીમે ગુનો નોંધી અજાણ્યા ચોરોનું પગેરું મેળવવાની કવાયત હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details