ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્ય કક્ષાના પ્રધાન રમણલાલ પાટકરે ડાંગ જિલ્લાના વિકાસના કામોની સમીક્ષા કરી - બાંધકામ વિભાગ

ડાંગ જિલ્લામાં 2020-21ના જિલ્લા આયોજન મંડળના કુલ 2291.78 લાખના 575 કામો તથા ન્યુ ગુજરાત પેટર્નના 1346.89ના 274 કામોની સમીક્ષા હાથ ધરાઇ હતી. રાજ્ય કક્ષાના પ્રધાન રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે, કામની ગુણવત્તામાં કોઈ બાંધછોડ કરવામાં આવી નથી.

Minister
રાજ્ય કક્ષાના પ્રધાન રમણલાલ પાટકરે ડાંગ જિલ્લાના વિકાસના કામોની સમીક્ષા કરી

By

Published : Sep 4, 2020, 9:58 PM IST

ડાંગ જિલ્લામાં 2020-21ના જિલ્લા આયોજન મંડળના કુલ 2291.78 લાખના 575 કામો તથા ન્યુ ગુજરાત પેટર્નના 1346.89ના 274 કામોની સમીક્ષા હાથ ધરાઇ હતી. વર્ષ 2018-19 અને 2019-20ના બાકી કામો સમય મયાદામાં પૂર્ણ કરવાની તાકીદ કરી હતી. રાજ્ય કક્ષાના પ્રધાન રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે, કામની ગુણવત્તામાં કોઈ બાંધછોડ કરવામાં આવી નથી.

રાજ્ય કક્ષાના પ્રધાન અને પ્રભારી રમણલાલ પાટકરે ડાંગ જિલ્લામાં ચાલી રહેલા વિકાસના કામોની સમય મયાદામાં પૂર્ણ થાય અને દરેક કામ તેના નીતિ નિયમો મુજબ ગુણવત્તાયુક્ત થાય તેની તકેદારી રાખવા અધિકારીઓને કહ્યું હતું.

રાજ્ય સરકારે ડાંગના વિકાસકામોની ચિંતા કરીને બાંધકામ વિભાગ અને વન વિભાગ હસ્તકના રસ્તાઓ તથા પુલો માટે વિશેષ રકમ ફાળવી છે, જે કામોને વહેલી તકે શરૂ કરવાની સુચના આપી હતી.

રાજ્ય કક્ષાના પ્રધાન રમણલાલ પાટકરે ડાંગ જિલ્લાના વિકાસના કામોની સમીક્ષા કરી

રાજ્ય કક્ષાના પ્રધાન રમણલાલા પાટકરે વિકાસના કામો સમય મર્યાદામાં પૂર્ણ થાય માટે ડાંગ જિલ્લાના અમલીકરણ અધિકારીઓને ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.

ડાંગ જિલ્લા આયોજન મંડળના વર્ષ 2020-21ના કુલ 2291.78 લાખના 575 કામો તથા ન્યુ ગુજરાત પેટર્ન યોજનાના 1346.89ના 274 કામોની ઝીણવટભરી સમીક્ષા કરતા રાજ્ય પ્રધાને અમલીકરણ અધિકારીઓને વ્યક્તિગત અને સામુહિક વિકાસના કામો તથા યોજનાઓમાં પારદર્શિતા જળવાઈ તેનો ખ્યાલ રાખવાની પણ સુચના આપી હતી.

ડાંગ જિલ્લાના કલેકટર એન. કે. ડામોરે અધિકારીઓને માર્ગદર્શન આપતા બેઠકમાં રજૂ કરવામાં આવતી વિગતો ચોકસાઈ સાથે રજૂ કરવા માટે કહ્યું હતું. જિલ્લા કલેક્ટર ડામોરે વર્ષ 2018-19 અને 2019-20ના કામો સત્વરે પૂર્ણ કરવા સાથે 2020-21ના કામોમાં ઝડપી કાર્યવાહી હાથ ધરવાની સુચના આપી હતી. કલેક્ટરે આયોજન મંડળ, ન્યુ ગુજરાત પેટર્ન યોજના સહિતના બજેટેડ કામોમાં કોઈ વિઘ્ન કે, રુકાવટ ન આવે તેની તકેદારી દાખવવા પણ બધાને અનુરોધ કર્યો હતો.

ડાંગ જિલ્લાના વિકાસ અધિકારી એચ. કે. વઢવાણીયાએ વિગતો રજૂ કરી, અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. બેઠકની કાર્યવાહી નિવાસી અધિક કલેકટર-ઇન્ચાર્જ જિલ્લા આયોજન અધિકારી ટી. કે. ડામોર અને પ્રાયોજના વહીવટદાર કે. જિ. ભગોરાએ સંભાળી હતી.

ડાંગ જિલ્લા સેવા સદનમાં આયોજિત આ ઉચ્ચસ્તરીય બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા, નાયબ વન સંરક્ષક અગ્નીશ્વર વ્યાસ અને દિનેશ રબારી સહિત પ્રાંત અધિકારી કાજલ ગામિત, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર. બી. ચૌધરી, કાર્યપાલક ઈજનેર જે. કે. પટેલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. સંજય શાહ સહિત જિલ્લાના જુદા જુદા વિભાગોના અમલીકરણ અધિકારીઓએ ઉપસ્થિત રહી ચર્ચામાં ભાગ લીધો હતો.

ABOUT THE AUTHOR

...view details