સાપુતારા ખાતે મેઘ મલ્હાર પર્વ-2023' મુળુભાઈ બેરાએ કરાવ્યો શાનદાર પ્રારંભ ડાંગ: ભીના ભીના વરસાદી વૈભવ વચ્ચે જ્યારે ગિરિમથક સાપુતારાનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે. ત્યારે, સહ્યાદ્રીની કાશ્મીરની વાદીઓથી જરા પણ ઉતરતી ભાસતી નથી, તેમ સાપુતારાની સુંદરતાનુ વર્ણન કરતા રાજ્યના પ્રવાસન પ્રધાન મુળુભાઈ બેરા એ 'મેઘ મલ્હાર પર્વ 2023 નું ઉદઘાટન કર્યું છે.
ગિરિમથક સાપુતારા ખાતે રચાયો પ્રકૃતિ, સંસ્કૃતિ, અને પ્રગતિનો ત્રિવેણી સંગમ જીવનભરનું સંભારણું:સાપુતારા સહિત સમગ્ર ડાંગ જિલ્લાના ચોમાસાના માહોલને માણવા સાથે, મેઘ મલ્હાર પર્વનુ સુભગ મિલન થતા અહીં સોનામાં સુગંધ ભળી છે. તેમ જણાવતા પ્રધાનએ પ્રકૃતિ, સંસ્કૃતિ સાથે પ્રગતિનો સુમેળ સાધીને રાજ્ય સરકારે સાપુતારા સહિત સહ્યાદ્રી ગિરિમાળામાં આવેલા દરેકે દરેક નૈસર્ગીક સ્થળોએ, પર્યટકોને માટે જરૂરી એવી સુખ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી, તેમના અહીંયા પ્રવાસને જીવનભરનું સંભારણું બનાવવાની તક પુરી પાડે છે.
ગિરિમથક સાપુતારા ખાતે રચાયો પ્રકૃતિ, સંસ્કૃતિ, અને પ્રગતિનો ત્રિવેણી સંગમ રિનોવેશન પ્રવાસીઓ લાભ: પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવાને લીધે ગ્રામીણ સ્તરે રોજગારીમા પણ વધારો થયો છે. આદિવાસી સમાજના નાગરિકો અને મહિલાઓને રોજગારી પ્રાપ્ત થતા તેઓ આર્થિક રીતે પગભર બનતા, તેમના જીવનધોરણના સ્તરમાં પણ સુધારો થયો છે. ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા તૈયાર કરાયેલા વિવિધ પ્રકલ્પો જેવા કે મ્યુઝિકલ ફાઉન્ટેન, એમ્ફિ થિયેટર, એડવેંચર પાર્ક, બોટિંગ જેટ્ટી એરિયા ડેવલપમેન્ટ, અને ફ્લોટિંગ જેટ્ટી હયાત લેકની ફરતે કેનોપીઝ, મોલ રોડના વિકાસની કામગીરી, મહાદેવ મંદિર પાસે પાર્કિંગ, માઇનોર બ્રીજ્સ, દુકાનો, ટીસીજીએલ શોપ્સનુ રિનોવેશનનો પ્રવાસીઓ લાભ લઇ રહ્યા છે.
ગિરિમથક સાપુતારા ખાતે રચાયો પ્રકૃતિ, સંસ્કૃતિ, અને પ્રગતિનો ત્રિવેણી સંગમ કાર્યક્રમો માણવા મળશે: ચોમાસામા નવપલ્લવિત થઈ ઉઠતી ડાંગ જિલ્લાની પ્રકૃતિને માણવા આવતા પર્યટકોને મેઘમલ્હાર પર્વ દરમિયાન સાપુતારાના મુખ્ય ડોમ ખાતે શનિ, રવિની રજાઓ સહિત જાહેર રજાઓના દિવસે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો માણવા મળશે. સાથે વિવિધ સ્પર્ધા, રેઇન રન મેરેથોન, બોટ રેસિંગ, તથા નેચર ટ્રેઝર હન્ટના વિશેષ કાર્યક્રમનું પણ આયોજન કરાયું છે. આ ઉપરાંત સમગ્ર પર્વ દરમિયાન આર્ટ ગેલેરી વર્કશોપ, ફોટોગ્રાફી, આર્ટ પેઇન્ટિંગ, બામ્બુ ક્રાફ્ટટિંગ, વારલી પેઇન્ટિંગ, યોગા ક્લાસીસ, ક્વિઝ કોન્ટેસ્ટ, સેમિનાર, રંગોળી સ્પર્ધા, મ્યુઝિકલ લર્નિંગ કોમ્પિટિશન, ફોટોગ્રાફી કોમ્પિટિશન, વિવિધ રમત સ્પર્ધાઓ, મનોરંજક પ્રવૃત્તિઓ વિગેરેમાં પણ પર્યટકોને ભાગ લેવાનો મોકો મળશે.
- Dang Tourism: માદક અને મનમોહક માહોલને માણવું હોય તો પ્રાકૃતિક ડાંગ જિલ્લો તમને દઈ રહ્યો છે સાદ
- Dang Rain: સતત પાંચમા દિવસે વરસાદથી નદીઓ બે કાંઠે, લોકોને ટેસડો પડી ગયો