ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગ જિલ્લા સંકલન સમિતિ દ્વારા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ - Meeting of the Coordinating Committee at Seva Sadahawa

ડાંગઃ જિલ્લા સેવાસદન આહવા ખાતે સંકલન સમિતિની બેઠક કલેક્ટર એન. કે. ડામોરના અધ્યક્ષ સ્થાને અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાઇ હતી.

dang
ડાંગ જિલ્લા સંકલન સમિતિ દ્વારા બેઠક યોજાઇ

By

Published : Jan 18, 2020, 9:50 PM IST

કલેક્ટર એન.કે.ડામોરે અમલીકરણ અધિકારીઓને વિજકરણ, પાણી પૂરવઠા સુજલામ સુફલામ સિંચાઇ જેવા પ્લાન તૈયાર કરીને ગ્રામ્ય વિસ્તારોમાં સુવિધા પુરી પાડવી વર્ષ 17-18 તેમજ વર્ષ 19-20ના વિકાસના કામ ટ્રાયબલ વિસ્તારોમાં 31/3/2020 સુધીમાં કામ પૂર્ણ કરવા સૂચન કર્યુ હતું. આ બેઠકમાં ઓડીટ પેરા સરકારી લહેણાની વસુલાત RTOની વસુલાત તુમારશાહીના કાગળો નાગરિક અધિકાર પ્રશ્નો જમીન દફતર, પેન્શન કેસો, વિજકરણની બાકી અરજીઓ, ગ્રામ સભામાં રજૂ થયેલા પ્રશ્નો, સ્વચ્છ ભારત મિશન, માહિતી અધિકાર બાબતોની કામગીરીની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.

નિવાસી અધિક કલેક્ટર ટી.કે.ડામોરે તુમાર શાહીના બાકી કાગળો, નાગરીક અધિકાર પત્ર અન્વયે મળેલી અરજીઓ ગ્રામ સભામાં થયેલા પ્રશ્નોની ઝીણવટથી માહિતી આપી હતી. તેમજ આગામી 26મી જાન્યુઆરીની ઉજવણી વધઇ ખાતે કરવામાં આવશે.

આ પ્રસંગે જિલ્લાના દરેક વિભાગના ટેબલો તૈયાર કરવા સૂચન કર્યુ હતું. 26મી જાન્યુઆરીના દિવસે સન્માન પત્રનું વિતરણ, યોગ નિદર્શન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો અને રમત-ગમતના 12 જેટલા રમત વીરોનું સન્માન કરવામાં આવશે. તેમજ જાતિ સતામણી અંગે આંતરિક ફરિયાદ નિવારણ મહિલા કમિટી જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ રચના કરવી તેવુ જિલ્લા ચુંટણી અધિકારીએ જણાવ્યું હતુ કે, 25મી જાન્યુઆરીએ રજા આવતી હોવાથી મતદાતા દિવસની ઉજવણી 24મી તારીખે કરવામાં આવશે.

જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણિયાએ જણાવ્યું હતું કે, 25મીજાન્યુઆરીથી ગુજરાત સરકાર દ્વારા કુપોષણ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમા કુપોષણ બાળકોને જિલ્લાના સંકલનના અધિકારીઓ, ચુંટાયેલા પ્રતિનિધિઓને કુપોષણ બાળકોને પાલકપિતા તરીકે જવાબદારી આપવામાં આવશે. ફેબ્રુઆરી માસમાં ગ્રામસભાઓ યોજાશે. જેમા સી.એમ.ડેસબોર્ડ દ્વારા જિલ્લાની યોજનાઓનું ઝડપથી અમલ થાય તેવુ સુચન કરવામા આવ્યું હતું.

સંકલન સમિતિની બેઠકનું સંચાલન નિવાસી નાયબ કલેક્ટર ટી.કે.ડામોરે કર્યું હતું. પ્રાંત અધિકારી કાજલબેન ગામીત, મદદનીશ, પ્રાયોજના વહીવટદાર ભગોરા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક ડી.આર.અસારી સહિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details