- ડાંગમાં નલ સે જલ કાર્યક્રમ અંતર્ગત બેઠક યોજાઇ
- જિલ્લા કેલેક્ટે જુદી જુદી યોજનાઓની સમીક્ષા કરી
- બેઠકમા 51 યોજનાઓ મંજૂર કરવામા આવી
ડાંગઃ જિલ્લાના મુખ્ય વહીવટી મથક આહવા સ્થિત કલેકટર કચેરીના સભાખંડમા યોજાયેલી "નલ સે જલ" કાર્યક્રમ (ઓગમેન્ટેશન ઇન ટેપ કનેક્ટીવીટી ઇન રૂરલ એરિયા-ટ્રાયબલ) અંતર્ગત જુદી જુદી યોજનાઓની સમીક્ષા કરતા કલેક્ટર ડામોરે ભવિષ્યની વધતી જતી વસ્તી, સામાજિક સ્થિતિ, સોર્સ જેવી બાબતો ધ્યાને લઈને યોજનાઓ તૈયાર કરવાની પણ આ તકે હિમાયત કરી હતી.
ડાંગમાં નલ સે જલ કાર્યક્રમ અંતર્ગત બેઠક યોજાઇ 31 ડીસેમ્બર પહેલા તમામ કામગીરી પૂર્ણ કરવાની તાકીદ
જિલ્લાની સ્કુલ અને આંગણવાડીઓ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા સબ સેન્ટરો વગેરેમા સો ટકા પાણીની સુવિધા ઉપલબ્ધ થાય તે માટે દરેક તાલુકામાં સુપરવિઝન સુનિશ્ચિત કરવાની પણ કલેકટરે સુચના આપી હતી. પાણી સંબંધિત યોજનાઓનુ રાજ્ય કક્ષાએ સી.એમ.ડેશ બોર્ડ મારફતે પણ નિયમિત રીતે મોનીટરીંગ કરાતુ હોય, આ બાબતે ખુબ જ ચોક્સાઈ અને ગંભીરતા જાળવવાની તાકીદ તેમજ આગામી તારિખ 31 ડીસેમ્બર પહેલા તમામ કામગીરી પૂર્ણ કરવાની તાકીદ જિલ્લા કલેક્ટરે કરી હતી.
ડાંગમાં નલ સે જલ કાર્યક્રમ અંતર્ગત બેઠક યોજાઇ બેઠકમાં રિવાઇઝ પેયજલ યોજનાને મંજૂરી આપવામાં આવી
આ બેઠકમા કુલ અંદાજીત રૂપિયા 9,59,27,200ની જુદી જુદી 51 યોજનાઓ મંજૂર કરવામા આવી હતી. જયારે "નલ સે જલ" કાર્યક્રમ અંતર્ગત એક રીવાઈઝ પેયજળ યોજનાને પણ મંજૂરી આપવામા આવી હતી. જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠકમા ગત બેઠકની કાર્યવાહીની નોંધને મંજૂર કરવા સાથે ભૌતિક પ્રગતિ હેઠળની વિવિધ 192 યોજનાઓના કામોની ચર્ચા હાથ ધરવામા આવી હતી. સાથે ઉપલબ્ધ સોર્સની જગ્યાએ વીજ જોડાણની કામગીરીની પણ ચર્ચા કરવામા આવી હતી.
ડાંગમાં નલ સે જલ કાર્યક્રમ અંતર્ગત બેઠક યોજાઇ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહજી જાડેજા, નાયબ વન સંરક્ષકો સર્વ અગ્નીશ્વર વ્યાસ અને નીલેશ પંડયા, પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઈજનેર ડી.બી.પટેલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. સંજય શાહ સહિત સમિતિના સભ્યો, ઉચ્ચાધિકારીઓ વગેરેએ આ બેઠકમાં ઉપસ્થિત રહી ચર્ચામા ભાગ લીધો હતો. બેઠકની કાર્યવાહી વાસ્મોના યુનિટ મેનેજર હેમંત ઢીમ્મરે સંભાળી હતી.