ગુજરાત

gujarat

ETV Bharat / state

કોવિડ-19 અંગેની ગંભીરતા બેઠક: ડીસ્ટ્રીકટ ટાસ્ક ફોર્સ ઈમ્યુનાઈઝેશન - Private vaccination center

રસિકરણની વિગતો જોઈએ તો તા. 6 ઠ્ઠી જુલાઈ-2022 સુધી જિલ્લામા લક્ષિત ૧,૯૧,૧૪૬ લાભાર્થીઓ સામે ૧,૬૯,૪૯૬ વ્યક્તિઓનુ કોવિડ-૧૯ રસિકરણ કરાતા ૮૮.૬૭ ટકા કામગીરી પૂર્ણ કરવામા આવી છે. આરોગ્ય વિભાગના ઉચ્ચાધિકારીઓ ઉપરાંત સંબંધિત સમિતિ (dang meeting on covid 19) સભ્યો, અને જિલ્લાના ખાનગી તબીબોએ ઉપસ્થિત રહી, ચર્ચામા ભાગ લીધો હતો.

કોવિડ-19 અંગેની ગંભીરતા બેઠક: ડીસ્ટ્રીકટ ટાસ્ક ફોર્સ ઈમ્યુનાઈઝેશન
કોવિડ-19 અંગેની ગંભીરતા બેઠક: ડીસ્ટ્રીકટ ટાસ્ક ફોર્સ ઈમ્યુનાઈઝેશન

By

Published : Aug 1, 2022, 3:13 PM IST

ડાંગ: જિલ્લામા ૧૮થી ૬૦ વર્ષની વયજુથના નાગરિકોને કોવિડ-૧૯ના પ્રિકોસન ડોઝ આપવા બાબતે, જિલ્લામા સેવા આપતા ખાનગી તબીબો, હોસ્પિટલોને 'ખાનગી વેકિસનેસન સેન્ટર' (Private vaccination center) શરૂ કરવા માટે પ્રોત્સાહિત કરવા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. વિપીન ગર્ગએ, આરોગ્ય વિભાગને અનુરોધ કર્યો છે.

કોવિડ-19 અંગેની ગંભીરતા બેઠક: ડીસ્ટ્રીકટ ટાસ્ક ફોર્સ ઈમ્યુનાઈઝેશન

આ પણ વાંચો:શ્રાવણના પહેલા સોમવારે કરો સોમનાથ મહાદેવની મહાઆરતીના દર્શન

ડીસ્ટ્રીકટ ટાસ્ક ફોર્સ ઈમ્યુનાઈઝેશન કોવિડ-૧૯ અંગેની એક બેઠકને સંબોધતા, જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જિલ્લામા ચાલી રહેલી રસિકરણની કામગીરીની સમીક્ષા કરી, ગ્રામીણ આરોગ્ય કર્મચારીઓ, સુપરવાઈઝરોની સેવા સઘન બનાવી, નિયત લક્ષ સિદ્ધિ સાથે ટેકોની બાકી રહેલી કામગીરી સત્વરે પૂર્ણ કરવાની તાકિદ કરી હતી. બેઠકમા જિલ્લાના અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. હિમાંશુ ગામીત, RCHO શ્રી ડો. સંજય શાહ વિગેરેએ આરોગ્ય વિભાગની કામગીરીથી સમિતિ સભ્યોને વાકેફ કરાવ્યા હતા. ડાંગ જિલ્લા પંચાયતના સમિતિ ખંડમા યોજયેલી આ બેઠકમા આરોગ્ય વિભાગના ઉચ્ચાધિકારીઓ ઉપરાંત સંબંધિત સમિતિ સભ્યો, અને જિલ્લાના ખાનગી તબીબોએ ઉપસ્થિત રહી, ચર્ચામા ભાગ લીધો હતો.

આ પણ વાંચો:Latthakand Congress Protest : ભાજપ સરકારની નિષ્ફળતા સામે કોંગ્રેસ કરી રહી છે ધરણા પ્રદર્શનની તૈયારી

કોવિડ-૧૯ ટેસ્ટિંગની વિગતો જોઈએ તો આજદિન સુધી જિલ્લામાંથી ૧,૧૮,૦૫૧ સેમ્પલ કલેક્ટ કરાયા છે. જે પૈકી ૧૦૬૯ પોઝેટિવ, અને ૧,૧૬,૮૭૫ નેગેટિવ રહેવા સાથે ૬ જુલાઈ-૨૦૨૨ સુધી ૧૦૭ ટેસ્ટિંગના રીપોર્ટ પેન્ડિંગ રહેવા પામ્યા છે. ઉલ્લેખનિય છે કે, ડાંગ જિલ્લામા આજદિન સુધી કોવિડ-૧૯ના કુલ – ૧૦૬૯ કેસો સામે આવ્યા છે. જે પૈકી ૨૮ વ્યક્તિઓનુ કોવિડ-૧૯ ને કારણે દુ:ખદ અવસાન થવા પામ્યુ છે. આ ઉપરાંત જિલ્લામા અત્યાર સુધી મ્યુકોરમાઈકોસિસનો એક કેસ નોંધાયો હતો, કમનસીબે તે દર્દીનુ પણ આ અગાઉ મૃત્યુ નિપજ્યુ હતુ.

કોવિડ-19 અંગેની ગંભીરતા બેઠક: ડીસ્ટ્રીકટ ટાસ્ક ફોર્સ ઈમ્યુનાઈઝેશન

રસિકરણની વિગતો જોઈએ તો તા. ૬ ઠ્ઠી જુલાઈ-૨૦૨૨ સુધી જિલ્લામા લક્ષિત ૧,૯૧,૧૪૬ લાભાર્થીઓ સામે ૧,૬૯,૪૯૬ વ્યક્તિઓનુ કોવિડ-૧૯ રસિકરણ કરાતા ૮૮.૬૭ ટકા કામગીરી પૂર્ણ કરવામા આવી છે. હેલ્થ કેર વર્કરના ૨૪૯૭ ના લ્ક્ષ્યાંક સામે, ૨૧૭૭ (૮૭.૧૮ ટકા), ફ્ર્ન્ટલાઈન વર્કરના ૫૫૨૨ના લ્ક્ષ્યાંક સામે ૫૦૧૩ (૯૦.૭૮ ટકા), ૪૫ થી ૬૦ વર્ષની આયુ ધરાવતા, ૬૦,૭૧૭ ના લક્ષ્યાંક સામે ૫૭,૩૨૭ (૯૪.૪૨ ટકા), ૧૮ થી ૪૪ વય જુથના ૧,૨૨,૪૧૦ ના લક્ષ્યાંક સામે ૧,૦૪,૯૭૯ (૮૫.૭૬ ટકા), ૧૫ થી ૧૮ વર્ષના બાળકોના ૧૭,૪૩૯ ના લક્ષ સામે ૧૬,૨૧૧ (૯૨.૯૬ ટકા) કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details