ગુજરાત

gujarat

ETV Bharat / state

આહવાઃ વનબધું આરોગ્યધામ ખાતે સર્વરોગ મેડિકલ કેમ્પમાં 1200 થી વધુ લોકોએ લાભ લીધો - Etv Bharat

ડાંગઃ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે ડૉ. કિરણ. સી પટેલ મલ્ટી સ્પેશયાલિસ્ટ હોસ્પિટલ, ડાંગ જિલ્લા વહીવટી તંત્ર અને કાંતિલાલ જે. પટેલ ચેરીટેબલ ટ્રસ્ટના સૌજન્યથી સર્વ રોગ મેડિકલ સારવાર કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં 1200થી વધુ ગ્રામજનોએ ભાગ લીધો હતો.

Etv Bharat, Gujarati News, Dang News
વનબધું આરોગ્યધામ ખાતે સર્વરોગ મેડિકલ કેમ્પમાં 1200 થી વધુ લોકોએ લાભ લીધો

By

Published : Dec 18, 2019, 12:48 AM IST

આ કેમ્પમાં નોર્વે સાઉથ યુનિર્વસિટીના ડિન ડૉ. ડેનિયલ સાથે 15 જેટલા અમેરિકન ડૉકટરો પણ જોડાયા હતા. ડાંગ જેવા અંતરિયાળ વિસ્તારના લોકોને ફ્રી કેમ્પનો લાભ મળે અને આ સાથે અમેરિકન યુવા ડૉકટરોને સેવાનો નવો અનુભવ મળે તે માટે 2014થી ડિસેમ્બર માસમાં આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે.

વનબધું આરોગ્યધામ ખાતે સર્વરોગ મેડિકલ કેમ્પમાં 1200 થી વધુ લોકોએ લાભ લીધો

કેમ્પના સમાપન પ્રસંગે હોસ્પિટલના મુખ્ય ડૉ. અશોક પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા વર્ષોથી સર્વરોગ મેડિકલ કેમ્પ ચાલે છે અને 2014થી અમેરિકાના નોર્વે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઘણાં દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો.

ABOUT THE AUTHOR

...view details