ડાંગ: ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લિમિટેડ વાંસદા ડિવિઝન દ્વારા નવતાડ ખાતે મેડિસનલ પ્લાન્ટ બોર્ડ દ્વારા પુરસ્કૃત ઔષધિય રોપાઓની નર્સરી કાર્યરત કરવામાં આવી છે.
વન વિકાસ નિગમ દ્વારા નવતાડ નર્સરી ખાતેથી વિનામૂલ્યે ઔષધિય રોપાનું વિતરણ કરાશે
ઠેર ઠેર આયુર્વેદિક વનૌષધિઓનું વાવેતર વધે, અને વનૌષધિઓનો રોજિંદા જીવનમાં ઉપયોગ કરી પ્રજાજનો તેમની રોગપ્રતિકારક શક્તિ વધારે તેવા હેતુથી નવતાડમાં એક લાખ જેટલી ઔષધિય રોપાના સંવર્ધન માટે નર્સરી તૈયાર કરવામાં આવી છે. જ્યાંથી જેમને જરૂરિયાત હોય તેમને વિનામૂલ્યે ઔષધિય રોપાઓનું વિતરણ કરાશે.
જેમાં અર્જુન સાદળ, હરડે, ગળો, શતાવરી, લીંડીપીપર, કડાયો, ચણોઠી, અને કાચકાના એક લાખ રોપાઓ તૈયાર કરવામા આવ્યા છે.
ઠેર ઠેર આયુર્વેદિક વનૌષધિઓનું વાવેતર વધે, અને વનૌષધિઓનો રોજિંદા જીવનમાં ઉપયોગ કરી પ્રજાજનો તેમની રોગપ્રતિકારક શક્તિ વધારે તેવા હેતુથી રસ ધરાવતા લોકોને અહીંથી વિનામૂલ્યે ઔષધિય રોપાઓનું વિતરણ કરાશે.
જેમની પાસે વાવેતર માટેની જમીન ઉપલબ્ધ છે તેવી વ્યક્તિઓ, સંસ્થાઓ, શાળાઓ, ગ્રામીણ ચિકિત્સા પદ્ધતિ સાથે સંકળાયેલા વૈદ્યરાજ, પરંપરાગત ચિકિત્સા સાથે સંકળાયેલા લોકો આવા રોપા મેળવવા માટે વનીલ ઉદ્યોગ, નવતાડ ખાતેના કર્મચારી અમિત ગામિતના મોબાઈલ નંબર 97370 72610 ઉપર સંપર્ક કરી શકે છે.
આ ઉપરાંત જે સંસ્થાઓ પાસે સરકારી જમીન ઉપલબ્ધ હોય તેમને મેડિસનલ પ્લાન્ટ બોર્ડ દ્વારા વનૌષધિઓનું વિનામૂલ્યે વાવેતર પણ કરી આપવામાં આવે છે. જેના માટે મણીભાઈ પટેલના મોબાઈલ નંબર 95587 50686 પર સંપર્ક સાધવા માટે ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ, વાંસદાના ડિવિઝનલ મેનેજર ડી.એન.રબારી દ્વારા જણાવાયું છે.