ડાંગઃ દક્ષિણ ગુજરાતમાં છેલ્લા (Monsoon in South Gujarat) કેટલાક સમયથી પડી રહેલા વરસાદથી ચોમેર લીલીછમ ધરતી ખીલી ઊઠી છે. ખાસ કરીને ડાંગમાં સારો (Massive Rain in Dang) એવો વરસાદ થવાથી કુદરતી નજારો જોવા મળ્યો હતો. જોકે, ડાંગ પંથકમાં સતત પડી રહેલા વરસાદને કારણે ડાંગ (Nature Video From Dang) જિલ્લાના ચાર માર્ગોને માઠી અસર પહોંચી છે. જેના કારણે છ ગામ પ્રભાવિત થયા છે. 10 કલાકમાં આહવા તાલુકાનો 50 મી.મી. વરસાદ થયો છે.
આ પણ વાંચોઃ જંગલના રાજા સિંહે પણ ઉજવ્યો આઝાદી કા અમૃત મહોત્સવ Video
વરસાદનો રીપોર્ટઃજ્યારે વઘઇ તાલુકામાં 42 મી.મી. વરસાદ સુબિર તાલુકાનો 63 મી.મી. વરસાદ થયો છે. ડાંગ જિલ્લામા સરેરાશ 51.66 મી.મી. વરસાદ થયો છે. ડાંગ જિલ્લા ફ્લડ કંટ્રોલ આપેલા એક રીપોર્ટ અનુસાર તા.15 મી ઓગસ્ટના રોજ સવારે છ વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધીના દસ કલાકમા સરેરાશ 51.66 મી.મી. વરસાદ નોધાયો છે. પાછલા 10 કલાકમાં આહવા તાલુકાનો 50 મી.મી. (મોસમનો કુલ 2059 મિમી), વઘઇનો 42 મિમી (કુલ 2040 મી.મી.), તથા સુબિર તાલુકાનો 63 મિમી (કુલ 1937 મિમી) વરસાદ નોંધાતા, જિલ્લામા સરેરાશ 51.66 મિમી વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચોઃ સવારથી અવિરત પડી રહેલા વરસાદથી સુરતના આ વિસ્તારો પર ફરી વળ્યા પાણી
રસ્તા બંધઃ આ વરસાદને પગલે જિલ્લાના ચાર જેટલા નીચાણવાળા કોઝ વે ઉપર વરસાદી પાણી ફરી વળતા આ માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે. આ માર્ગો બંધ થવાથી જિલ્લાના છ જેટલા ગામો પ્રભાવિત થયા છે. વરસાદી પાણી ન ઉતરે ત્યાં સુધી વાહનચાલકોને આ માર્ગોને બદલે તંત્રએ સૂચવેલા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અપીલ કરવામા આવી છે.