ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગ જિલ્લાના વઘઈમાં વરલી મટકાનો જુગાર રમાડતા શખ્શની ધરપકડ - પોલીસે હાથ ધરી કાર્યવાહી

ડાંગ જિલ્લા LCB પોલીસની ટીમે વઘઈમાં વરલી મટકાનો જુગાર રમાડતા એક શખ્શની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ડાંગ પોલીસ મથક
ડાંગ પોલીસ મથક

By

Published : Oct 14, 2020, 5:00 AM IST

ડાંગ: ડાંગ જિલ્લા LCB પોલીસની ટીમે વઘઈમાં વરલી મટકાનો જુગાર રમાડતા એક શખ્શની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લાનાં પોલીસ વડાની સૂચના અનુસાર ડાંગ LCB પોલીસની ટીમે જિલ્લામાં જુગારની પ્રવૃત્તિને ડામવા સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. તે દરમિયાન ડાંગ જિલ્લાનાં વઘઈમાં એક શખ્શ વરલી મટકામાં આંકડાનો જુગાર રમાડી રહ્યો હોવાની બાતમી ડાંગ LCBને મળી હતી. જેના આધારે LCBની પોલીસની ટીમે વઘઈના રેલવે સ્ટેશન રોડ સિંગલ ફળીયા ખાતે રેડ કરી હતી.

રેડ દરમિયાન વરલી મટકાનો જુગાર રમાડનારા સંજય શેષરાવ જાદવની ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલા શખ્શ પાસેથી LCB પોલીસે કુલ રૂપિયા 3 હજાર 80નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details