ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગઃ નકટયાહનવત ગામથી મહારાષ્ટ્ર સરહદને જોડતા રસ્તાની હાલત બિસ્માર, સ્થાનિકો પરેશાન - ગુજરાતી સમાચાર

ડાંગ જિલ્લાના સુબિર તાલુકામાં સમાવિષ્ટ નકટયાહનવત ગામથી મહારાષ્ટ્ર સરહદને જોડતો રસ્તો છેલ્લાં 15 વર્ષથી બિસ્માર હાલતમાં છે. જેનાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ડુંગરાવ વિસ્તારમાં બિસ્માર રસ્તાના કારણે અહીં વારંવાર અકસ્માતનાં ઘટના બની છે.

ગુજરાતી સમાચાર
ગુજરાતી સમાચાર

By

Published : Oct 14, 2020, 3:54 PM IST

ડાંગ : જિલ્લાના સુબિર તાલુકામાં સમાવિષ્ટ નકટયાહનવત ગામથી મહારાષ્ટ્ર રાજ્યની સરહદને જોડતો રસ્તો બિસમાર હાલતમાં છે. આ બિસ્માર રસ્તાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ડાંગ જિલ્લાના પૂર્વ પટ્ટી વિસ્તારથી મહારાષ્ટ્ર સરહદી ગામડાઓમાં રસ્તાઓની હાલત એકદમ ખરાબ જોવા મળી રહી છે. નકટયાહનવત ગામથી મહારાષ્ટ્ર સરહદને જોડતો આ રસ્તો અંદાજે 15 વર્ષ પહેલાં બનાવવામાં આવ્યો હતો.

ડાંગ જિલ્લાના નકટયાહનવત ગામથી મહારાષ્ટ્ર સરહરને જોડતો રસ્તાની બિસ્માર હાલતથી સ્થાનિકો પરેશાન
અહીં પહાડી અને ઢોળાવ વિસ્તાર હોવાનાં કારણે ચોમાસામાં આ રસ્તાનું ધોવાણ થાય છે. રસ્તા રીપેરીંગ નામે માત્ર માટી પાથરવામાં આવે છે. જેના લીધે વારંવાર અકસ્માતની ઘટનાઓ બને છે. જેથી સ્થાનિકોની માંગ છે કે, તાત્કાલિક ધોરણે આ રસ્તાનું રીપેરીંગ કામ કરવામાં આવે.

ABOUT THE AUTHOR

...view details