ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગના વન વિભાગ કર્મીઓ પર સ્થાનિક ઇસમોએ જમીન કબ્જે કરવા બાબતે કર્યો હુમલો - RFO of Ahwa

પશ્ચિમ રેંજ આહવામાં લોકડાઉનનો ફાયદો ઉઠાવી જંગલની જમીન કબ્જે કરવા અમુક ઇસમોએ વનકર્મીઓ પર હુમલો કર્યો હતો. આહવા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા આહવા પોલીસે આ તમામ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

ડાંગના વન વિભાગ કર્મીઓ પર સ્થાનિક ઇસમોએ કર્યો હુમલો
ડાંગના વન વિભાગ કર્મીઓ પર સ્થાનિક ઇસમોએ કર્યો હુમલો

By

Published : May 4, 2020, 8:52 PM IST

ડાંગઃ જિલ્લાનાં ઉત્તર વન વિભાગમાં સમાવિષ્ટ પશ્ચિમ રેંજ આહવાનાં RFO સહિત વનકર્મીઓની ટીમ પર ભવનદગડ બીટનાં જંગલ વિસ્તારમાં જંગલ જમીન ખેડતા સ્થાનિક 12 ઈસમોએ હુમલો કરી વનકર્મીઓને ઇજાઓ પહોંચાડી હતી.

અહીં ઘટના સ્થળે ઝપાઝપી અને હુમલામાં ડાંગ ઉત્તર વન વિભાગનાં પશ્ચિમ રેંજ આહવાનાં RFO મનોહરસિંહ વાઘેલા, ફોરેસ્ટર રાજુભાઈ પટેલ, બીટગાર્ડ શેલેશભાઈ બારીયા, દવગાર્ડ પાંડુભાઈ બુધ્યા સહિતનાં અન્ય વનકર્મીઓ ઇજાગ્રસ્ત બન્યા હતા.

આ બાબતે પશ્ચિમ રેંજ આહવાનાં આર.એફ.ઓ મનોહરસિંહ વાઘેલાએ હુમલો કરનારા કુલ 12 ઈસમો સામે આહવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા આહવા પોલીસે આ તમામ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.

આ બાબતે RFO મનોહરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, આહવા પશ્ચિમ રેંજનાં ભવાનદગડ બીટ જંગલ વિસ્તારનાં 292 કંપાર્ટમેન્ટમાં કૂપ પડેલા હોવાથી અમારે આ સ્થળે વાવેતર કરવું ફરજિયાત બની ગયું છે. આ જમીન વનવિભાગ હસ્તકની છે,આ જમીનનો કબ્જો મેળવવા માટે ધૂળચોંડ ગામનાં કેટલાક ઈસમો દ્વારા સતત વન વિભાગ સાથે ઘર્ષણ કરવામાં આવી રહ્યું છે.

આ જંગલ જમીન બાબતે ઘર્ષણ કરનારા ધૂળચોંડનાં ઇસમોએ દાવા અરજી પણ કરી નથી, વન વિભાગની કામગીરીમાં અડચણરૂપ બનનારા ધૂળચોંડ ગામનાં ઈસમો વિરુદ્ધ જાન્યુઆરી 2020માં તેમજ ગત શનિવારે ઉપલીકક્ષાએ જાણ કરી હતી, તેવામાં આ માથાભારે ઈસમોએ વન વિભાગની કામગીરીમાં અડચણરૂપ બની વનકર્મીઓ પર જીવલેણ હુમલો કર્યો હતો.

ડાંગના વન વિભાગ કર્મીઓ પર સ્થાનિક ઇસમોએ કર્યો હુમલો

ડાંગ જિલ્લાનાં ઉત્તર વન વિભાગનાં DCF અગ્નિશ્વર વ્યાસ જોડે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે, તેઓની પશ્ચિમ રેંજ આહવાનાં ભવાનદગડ બીટમાં કૂપ પડેલા હોવાથી પ્લાન્ટટેશન કરવાની જરૂરિયાત ઉભી થઇ હતી. આ બીટમાં 10 હેક્ટર જમીનમાં વન વિભાગે પ્લાન્ટટેશન માટે ખૂટી સહિત ખાડાઓ ખોદવાની કામગીરી હાથ ધરી હતી.

જે પ્લાન્ટટેશનને આ હુમલો કરનારા ઈસમોએ અગાઉ પણ નુકસાન કર્યું હતુ, જે બાબતે અમોએ આ ઇસમોને નોટિસ પણ ઇસ્યુ કરી હતી. તેમ છતાં આ ઈસમો વન વિભાગને વારંવાર ધમકી આપી રહ્યા છે અને વનકર્મીઓ પર હુમલો પણ કરેલો છે, વધુમાં હાલમાં લોકડાઉન ચાલી રહ્યું છે.

આ લોકડાઉનનો ફાયદો ઉઠાવી અમુક ઈસમો જંગલની જમીન કબ્જે કરવાની પેરવી કરી રહ્યા છે, તેવામાં હાલમાં ઉત્તર વન વિભાગની દરેક રેંજનાં વનકર્મીઓની ટીમોને એલર્ટ કરી જંગલની જાળવણી માટેનાં આદેશો કર્યા છે. સાથે વન વિભાગનાં કર્મીઓ પર હુમલો કરનારા ઈસમો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details