મળતી માહિતી મુજબ ગૌણ સેવા પસંદગી મંડળના માધ્યમથી લેવાયેલ બિન સચિવાલય ઓફીસ આસિસ્ટનની પરીક્ષામાં ગેરરીતિ થયાના વીડિયો ફુટેજ મુખ્ય પુરાવા સ્વરૂપે હોઇ તેમજ કેટલાક પરીક્ષા કેન્દ્રમાં પ્રશ્નપત્રો સિલબંધ કવરમાં હોવાની જગ્યાએ સિલ ખુલેલી હાલતમાં મળી આવ્યા હતાં. જેના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
ડાંગમાં બિન સચિવાલય પરીક્ષામાં ગેરરીતી કરવા બાબતે વિદ્યાર્થીઓ દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આ ગેરરીતિ કરનારા જવાબદાર અધિકારી, પરીક્ષા સંચાલકો, સુપરવાઇઝરો અને ગેરરીતિ આચરનાર ઉમેદવારો વિરૂદ્ધ ફોજદારી રીતે પગલાં ભરવામાં આવે તથા ન્યાયિક તપાસ કરાવી લાખો ઉમેદવારોના ભવિષ્યને લક્ષમાં રાખી ન્યાય આપાવવાની માગણી વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી.
ડાંગમાં બિન સચિવાલય પરીક્ષામાં ગેરરીતી કરવા બાબતે વિદ્યાર્થીઓ દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આ સમગ્ર ગેરરીતિની ઉચ્ચતરીય નિષ્ઠાવાન અને પ્રામાણિક સ્વતંત્ર અને નિષ્પક્ષ એજન્સી અને અધિકારી મારફત તપાસ કરવાની માગ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી. ગેરરીતિ આચારનાર ઉમેદવારોની ઉમેદવારી રદ કરવાની પણ માગ કરવામાં આવી હતી.
આ દરમિયાન ડાંગ કલેક્ટર દ્વારા સૌ શિક્ષિત યુવાનોને સલાહ સુચન આપવામાં આવ્યા હતા. તેમજ યુવાનોને ભણતરમાં પડતી મુશ્કેલી માટે ટ્યૂશન કલાસીસનું આયોજન કરવામાં આવશે. યોગ્ય માર્ગદર્શન મળી રહે એ રીતેની વિદ્યાર્થી વર્ગને વ્યવસ્થા કરી આપવામાં આવશે.