ગુજરાત

gujarat

ETV Bharat / state

સાપુતારામાં વૃક્ષોનું નિંકદન, ડાંગના ધારાસભ્યની આપી ચિમકી

ડાંગ: રાજ્યના એકમાત્ર ગિરીમથક સાપુતારામાં નૌકાવિહાર પાસે વૃક્ષોનું સફાયો કરવાની હિલચાલથી પ્રકૃતી પ્રેમીઓમાં રોષની લાગણી વ્યાપી છે. વિકાસના નામે પર્યાવરણનો વિનાશ થતો અટકાવી સાપુતારાની અસ્મિતા જળવાય તેવા પ્રયાસ જરુરી બન્યા છે.

etv bharat
સાપુતારામાં વૃક્ષોના નિંકદનની હિલચાલ સામે ધારાસભ્યની ચીમકી

By

Published : Dec 3, 2019, 9:13 PM IST

સાપુતારાએ ગુજરાત રાજ્યના સ્વર્ગ સમાન ગણાય છે. સાપુતારાની સુંદરતામાં સૌથી મોટો ફાળો વૃક્ષોનો રહ્યો છે. વૃક્ષો થકી જ સાપુતારા સુંદર અને રળિયામણું લાગે છે. હવાખાવાના સ્થળ તરીકે પ્રખ્યાત સાપુતારામાં વૃક્ષોનું નિંકદન કરવામાં આવે તે કેમ ચાલે! ડાંગ જિલ્લાના ધારાસભ્ય મંગળ ગાવિતને જાણ થતાં તેઓએ તાત્કાલિક વૃક્ષો કાપવાનું કામ અટકાવ્યું હતું. ધારાસભ્ય મંગળ ગાવીતે જણાવ્યું હતુ કે, સાપુતારાના બોટિંગ પાસે પ્રવાસન વિભાગના કામની મુલાકાત લીધી છે.

સાપુતારામાં વૃક્ષોનું નિંકદન, ડાંગના ધારાસભ્યની આપી ચિમકી

પ્રવાસન વિભાગનાં કામને હાલમાં બંધ કરવાની સુચના આપી છે. સાપુતારામાં પર્યાવરણના ભોગે વિકાસ ન થવો જોઇએ, તેમજ બોટિંગ પાસે જો તંત્ર દ્વારા ઉભા વૃક્ષોને નુકસાન કરવાની કામગીરી હાથ ધરાશે. અમો ઉપવાસ સહિત આંદોલન કરી સાપુતારાની અસ્મિતાને બચાવી શું. સાપુતારમાં છેલ્લા એકાદ દાયકાથી વિકાસના કામોનાં નામે ટેબલ પોઇન્ટ, અને સન રાઇસ પોઇન્ટને સિમેન્ટ કોન્ક્રિંટથી ઢાંકી દેવાયું છે. જેના કારણે ઉનાળામાં ગરમીનું પ્રમાણ વધવાના કારણે પ્રવાસીઓની સંખ્યામાં ધટાડો થતો જોવા મળે છે. ઠંડક માટે જાણીતાં સાપુતારામાં વૃક્ષોનું નિંકદન અટકાવવમાં આવે તે જરુરી બન્યું છે.

ABOUT THE AUTHOR

...view details