મતદાર ચકાસણી દરમિયાન સરનામા માં સુધારો, નામમાં સુધારો તેમજ ફોટોમાં સુધારો કરવાનો હોય. તો ચૂંટણીપંચ માન્ય પુરાવા પૈકી એક પુરાવો અપલોડ કરવાનો રહેશે. વોટર હેલ્પલાઇન એપ ડાઉનલોડ કરી શકાશે.
ડાંગ જિલ્લામાં મતદાર ચકાસણી કાર્યક્રમનો પ્રારંભ, 15 ઓક્ટોબર સુધી નામ સુધારો થશે - કલેકટર કચેરી
ડાંગઃ જિલ્લા સેવા સદન આહવા ખાતે આજરોજ કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી એન.કે.ડામોરના હસ્તે ચૂંટણીપંચ દ્વારા આજે લોન્ચ થયેલી NVSP એપ દ્વારા મતદાર ચકાસણી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
![ડાંગ જિલ્લામાં મતદાર ચકાસણી કાર્યક્રમનો પ્રારંભ, 15 ઓક્ટોબર સુધી નામ સુધારો થશે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4310582-thumbnail-3x2-matdan3.jpg)
ડાગ જિલ્લામાં મતદાર ચકાસણી કાર્યક્રમનો પ્રારંભ
૧૯૫૦ ટોલ ફ્રી નંબર ઉપર જણાવેલ કોઈપણ જગ્યાએથી મતદાર પોતાના ફોટો પુરાવા મોબાઈલ નંબર આપી પોતાની ખરાઇ કરાવી શકાશે તારીખ 1 સપ્ટેમ્બરથી તારીખ.15 ઓક્ટોબર સુધી દરેક મતદાર ચકાસણી કરાવી શકશે.
તેમજ પોલીંગ સેન્ટરની સુવિધાની પણ ચકાસણી કરાવી શકશે અન નામ, સરનામામાં સુધારો કરાવવા કોઈ ફોર્મ ભરવાનું થશે નહીં માત્ર નવું નામ ઉમેરવા માટેજ ફોર્મ ભરવાનું થશેઆ તકે નિવાસી અધિક કલેકટર ટી.કે.ડામોર, પ્રાંત અધિકારી કાજલ ગામીત, ચૂંટણી મામલતદાર મહેશ પટેલ અને કલેકટર કચેરીનો તમામ સ્ટાફ હાજર રહ્યાં હતા..