- વઘઇ કૃષિ વિજ્ઞાન કેદ્રનું ડાંગ માં જનજાગૃતિ અભિયાન
- આઝાદીના 75 વર્ષ ની ઉજવણી નાં ભાગરૂપે કાર્યક્રમ યોજાયો
- બરડીપાડા ગામે ખાતરના સમતોલ ઉપયોગ અંતર્ગત કાર્યક્રમ યોજાયો
ડાંગ : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ( Center for Agricultural Sciences ), વઘઈ ( ડાંગ )દ્વારા ખેડૂતોને સમયાંતરે વૈજ્ઞાનિક માહિતીથી માહિતગાર કરવામાં આવતા હોય છે. 18 જૂનના રોજ આઝાદીના 75 વર્ષના ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રીય સ્તરનો કાર્યક્રમ 'ખાતરના સમતોલ ઉપયોગ' ( Balanced Use of Fertilizer ) વિષય પર સુબીર તાલુકાના બરડીપાડા ગામ ખાતે ડૉ. જી. જી. ચૌહાણ, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડાના માર્ગદર્શન હેઠળ કિશાનગોષ્ઠી યોજવામાં આવી હતી.
ખેડૂતોને જૈવિક ખાતરો તથા સેન્દ્રીય પદાર્થોનો મહત્તમ ઉપયોગ કરવાનાં સૂચનો કરાયા
આ ખેડૂત જાગૃતિ કાર્યક્રમ ( Farmer Awareness Program )માં ડૉ. પ્રતિક જાવિયા, વૈજ્ઞાનિક (પાક ઉત્પાદન) દ્વારા સેન્દ્રીય જિલ્લા ડાંગમાં જૈવિક ખાતરો તથા સેન્દ્રીય પદાર્થોનો મહત્તમ ઉપયોગ કરવાનું સૂચન કર્યું હતુ તથા જમીનના પૃથ્થકરણનું મહત્વ અને તેના ફાયદા વિશે વિસ્તૃત માહિતી પ્રદાન કરી હતી. ખેડૂતોના પ્રશ્નોને ધ્યાનમાં લેતા બિપીન વહુનીયા, વૈજ્ઞાનિક (પાક સંરક્ષણ) દ્વારા ભીંડા અને ડાંગર પાકમાં આવતા રોગ જીવાત વિશે માહિતી આપવામાં હતી. હર્ષદ પ્રજાપતિ, વૈજ્ઞાનિક (બાગાયત) દ્વારા ભીંડાની ખેતીમાં 'ખાતરના સમતોલ વપરાશ' અને 'યોગ્ય પદ્ધતિથી ખાતરનો ઉપયોગ' ( Balanced Use of Fertilizer ) વિષય બાબતે વિસ્તારથી માહિતી આપવામાં આવી હતી.