ડાંગ બેઠક પર કે.સી.પટેલ રિપીટ, ડાંગ વાસીઓમાં ખુશીઓનો માહોલ - Election2019
વલસાડ: ડાંગ જિલ્લાની બેઠક ઉપર વર્તમાન સાંસદ ડોક્ટર કે.સી.પટેલને ભારતીય જનતા પાર્ટીએ ફરીથી રિપીટ કરવામાં આવતા શનિવારે તેમના નિવાસસ્થાને શુભેચ્છા આપવા માટે મોટી સંખ્યામાં સમર્થકો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. મોડી રાત્રે તેમના નિવાસ્થાને આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો શુભેચ્છાઓ આપવા માટે ઉમટી પડ્યા હતા.
![ડાંગ બેઠક પર કે.સી.પટેલ રિપીટ, ડાંગ વાસીઓમાં ખુશીઓનો માહોલ](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2780680-727-4f2e3a80-4c97-440c-8be8-5f9e1bcc590a.jpg)
ગત લોકસભાની ચૂંટણીમાં વલસાડ અને ડાંગ જિલ્લાની બેઠકો પર 2 લાખથી વધુનું લીડ મેળવી જંગી મતે વિજય રહેલા ડોક્ટર કેસીભાઈ પટેલ ને ભારતીય જનતા પાર્ટીએ વલસાડ અને ડાંગ બેઠક ઉપર ફરીથી રિપીટ કરતા શનિવારે મોડી સાંજે તેમના નિવાસ્થાને તેમના સમર્થકો અને કાર્યકરો તેમને શુભેચ્છાઓ આપવા માટે ઉમટી પડ્યા હતા. તો બીજી તરફ ડોક્ટર કે.સી. પટેલે જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીએ તેમના ઉપર વિશ્વાસ ફરીથી મૂક્યો છે. જેને લઇને આગામી લોકસભાની ચૂંટણીમાં તેઓ 3 લાખથી વધુની લીડ મેળવી વિજય મેળવશે અને બાકી રહેલા વિકાસના કામોને વેગ આપશે તેમને શુભેચ્છા આપવા માટે ઉપસ્થિત રહેલા તમામ કાર્યકરોનો તેમણે આભાર વ્યક્ત કર્યો હતો.
નોંધનીય છે કે, વલસાડની બેઠક ઉપરથી જે પણ રાજકીય પાર્ટીનો કાર્યકર વિજય બને છે તેની જ સરકાર દિલ્હીમાં ગાદીએ બેસે છે એવી માન્યતાઓ છે. જેને લઇને વલસાડની બેઠક રાજકીય પાર્ટીઓ માટે અતિમહત્વની માનવામાં આવે છે.