ડાંગઃ બે દિવસીય કલા મહાકુંભ 2019-20 આહવામાં તારીખ 21 અને 22ના રોજ યોજાયો હતો,જેમાં દરેક સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રાજ્યના રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તેમજ કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આ ત્રીજા કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતુ. જિલ્લા કક્ષાએ પ્રથમ આવનારને રૂપિયા 1500 બીજા ક્રમે આવનાર રૂપિયા 1000 અને ત્રીજા ક્રમે આવનારને 750ના રોકડ પુરસ્કાર અપાશે.
જિલ્લા વિકાસ અધિકારી એચ.કે. વઢવાણીયાએ કલા મહાકુંભમાં જણાવ્યું હતું કે, કલા એટલે સાધક અને સાધ્યના એકત્વને પોંખવાનો અવસર. સાચી કલા એટલે અભાવમાં નહીં પણ ભાવમાં પ્રગટે છે. અભાવમાં નહીં પરંતુ ભાવમાં જીવવું એ જ સાચી કલા. કલાકાર પોતાની કલા દ્વારા આનંદની અનુભૂતિ કરાવે છે. કલા મહાકુંભથી કલાકારો ગૌરાન્વિત થયાનો અહેસાસ અનુભવશે.