ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગની "જયુ" ની "ઢોલીવુડ" થઈ "બોલીવુડ" તરફની સફર - Tik talk Girl

ડાંગ જિલ્લાની સામાન્ય ઘરમાંથી આવતી જયુએ પોતાની પ્રતિભા ટીકટોક દ્વારા દુનિયા સમક્ષ મૂકી હતી અને હવે તે એક પ્રખ્યાત કલાકાર બની ચૂકી છે. તેણે ઘણા આલ્બમ, વેબ સિરીઝ તથા સીરિયલમાં કામ કર્યું છે. આવનાર સમયમાં તે ઢોલીવુડની મુવીમાં કામ કરવા જઇ રહી છે.

dang
ડાંગ

By

Published : Mar 20, 2021, 3:47 PM IST

  • ડાંગની એક યુવતીની ટીકટોકથી લઇને ઢોલીવુડ સુધીની સફર
  • જયુએ ટીકટોકથી પોતાની પ્રતિભા લોકોને બતાવી હતી
  • સામાન્ય પરીવારની યુવતીએ ઉભી કરી પોતાની ઓણખ

ડાંગ: જિલ્લા સહિત ગુજરાત અને દેશને ગૌરવ અપાવનારી ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડ, ડાંગ એક્સપ્રેસ તરીકે ઓળખાતો લોન્ગ ડિસ્ટન્સ રનર મુરલી ગાવિત, ક્રિકેટમા પગ જમાવવા સંઘર્ષ કરી રહેલો યુવા ક્રિકેટર જીત ગાંગુર્ડે, રૂપેરી પરદે પદાર્પણ કરનારી એક્ટ્રેસ મોનાલીસા પટેલ જેવા કલાકારો સાથે હવે માળગા ગામેથી "ઢોલીવુડ" થઈ "બોલિવૂડ" તરફ પ્રયાણ કરી રહેલી એક્ટ્રેસ "જયુ"નું પણ નામ જોડાવવા જઇ રહ્યું છે. પૂર્વીય ડાંગના સરહદી ગામ માળગાની યુવતી જયશ્રી ચોર્યા, કે જેણે સીધા ડાંગથી ગુજરાતી ચલચિત્ર જગતની દિશા પકડીને, તેનામા રહેલી પ્રતિભાને ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો છે.

ટિકટોકથી જાણીતી બનેલ યુવતીએ ફિલ્મોમાં નામનાં કમાવી

"ઢોલીવુડ"માં "જયુ"ના હુલામણા નામે કામ કરી રહેલી ડાંગની આ યુવતીએ શરૂઆત તો "ટીકટોક" થી કરી, પણ ત્યાર બાદ ગુજરાતી આલ્બમ, વેબસિરીઝ, સીરિયલ, અને ફિલ્મોની દિશામા પગ જમાવવાની કોશિશ આરંભી છે. તાજેતરમા જ ગુજરાતી સહિત દક્ષિણની ફિલ્મો, અને હિન્દી સીને જગતના પ્રખ્યાત નિર્દેશક હેત રાઠોડના આલ્બમ "જખમ" માટે કામ કરી રહેલી "જયુ"એ તેના સાથી કલાકાર સમર્થ શર્મા, ક્રિષ્ના ઝાલા વિગેરે સાથે કામ કરીને પોતાની પ્રતિભા બતાવી છે.

આ પણ વાંચો : માતૃભાષામાં મનોરંજન 'ઓહો' ગુજરાતી: દિગ્દર્શક અભિષેક જૈન સાથે ETV ભારતની ખાસ વાતચીત

પ્રાથમિક સુવિધાઓનાં અભાવ વચ્ચે રૂપેરી પડદે ડાંગના કલાકારો ઝળકી ઉઠ્યાં

ડાંગ જિલ્લાના પૂર્વપટ્ટીના ખોબા જેવડા "માળગા" ગામના શ્રમજીવી પરિવારની આ દીકરીએ ખુલ્લી આંખે રૂપેરી સ્વપ્ન જોતી હતી અને તેને વાસ્તવિક રૂપ આપવાની ચેલેન્જ સ્વીકારી હતી. પોતાનુ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સુબિરની નવજ્યોત સ્કૂલમા લઈને, ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ (વિજ્ઞાન પ્રવાહ) આહવાની એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કૂલ ખાતે લઈ, આહવા/વાંસદા ખાતે ડિપ્લોમા ઇન મેડિકલ લેબોરેટરી ટેક્નોલોજીનો કોર્ષ કરીને, સુરતની એક હોસ્પિટલમા જોબ કરતી આ યુવતી, ગામડા ગામમા પરંપરાગત કાચા ઘરમા રહીને ઉછરી છે. તેણીના પિતા જોત્યાભાઈ ચોર્યા પાણી પૂરવઠા બોર્ડમા આછીપાતળી નોકરી કરીને માંડ બે છેડા ભેગા કરવાની મથામણ કરે છે, તો તેણીની માતા રંજનબેન ઘર અને ખેતીવાડી સંભાળી તેમના બન્ને સંતાનોની દેખભાળ કરે છે. "જયુ"નો ભાઈ પરિમલ સુરત ખાતે મેકડોનાલ્ડમા જોબ કરે છે.

આ પણ વાંચો : ઢોલિવુડ માટે ગૌરવ: હેલ્લારોની 13 અભિનેત્રીઓને સ્પેશિયલ જ્યૂરી એવોર્ડ

સામાન્ય પરિવારની યુવતીએ બૉલીવુડ તરફ પ્રયાણ કર્યા

એક્ટિંગ સાથે મોડેલિંગ, સીંગીગ, સ્વિમિંગ, અને જિમનો શોખ ધરાવતી "જયુ"ના ઘરે હજી હમણા જ 21 ઇંચનુ કલર ટી.વી. આવ્યુ છે. તો તેણીએ તેના ભાઈ સાથે મળીને એક બાઇક, અને એક એક્ટિવા તથા ખેતીકામ માટે બળદની જોડી, ઇ.એમ.આઈ. ઉપર લઈને વિકાસની દિશામા પગરણ માંડ્યા છે. આમ, ખૂબ જ સામાન્ય ઘરની આ યુવતિ ધીમા પણ મક્કમ ડગલે વાયા "ઢોલીવુડ" થઈ "બૉલીવુડ" તરફ પોતાના મક્કમ મનોબળ સાથે આગેકૂચ કરી, અન્યો માટે માઇલ સ્ટોન બની રહી છે.

ABOUT THE AUTHOR

...view details