ગુજરાતમાં નવસારી જિલ્લા ખાતે વલસાડ જિલ્લાના સંસદ સભ્ય કે.સી.પટેલના હસ્તે ૧૪ કરોડના ખર્ચે તેમજ આહવા ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે ૧૩ કરોડના ખર્ચે ધારાસભ્ય મંગળભાઈ ગાવીતના હસ્તે જવાહર નવોદય વિદ્યાલય ઓનલાઈન કાર્યક્રમ યોજાયો હતો.
ડાંગમાં જવાહર નવોદય વિદ્યાલયનો લોકાર્પણ ઓનલાઈન કાર્યક્રમ યોજાયો
ડાંગઃ જિલ્લાના ગિરિમથક સાપુતારા ખાતે જવાહર નવોદય વિદ્યાલયનો લોકાર્પણ કાર્યક્રમ ડાંગ જિલ્લાના ધારાસભ્ય શ્રી મંગળભાઈ ગાવીતના હસ્તે કરવામાં આવ્યો હતો. આ લોકાર્પણ કાર્યક્રમ દિલ્હી ખાતેથી ઓનલાઈન દ્વારા કેન્દ્રીયમંત્રી માનવ સંશાધન વિકાસ મંત્રાલય અને સંચાર મંત્રાલય શ્રી રમેશ પોખરીયાલ નિશંકના હસ્તે ઓનલાઈન કાર્યક્રમ યોજાયો હતો.
સાપુતારા ખાતે જવાહર નવોદય વિદ્યાલય લોકાર્પણ પ્રસંગે ડાંગ જિલ્લાના ધારાસભ્ય મંગળભાઈ ગાવીતે જણાવ્યું હતું .કે સાપુતારા ખાતે ગરીબ આદિવાસીના છોકરાઓને ભણવા માટે ખૂબજ આશીર્વાદ રૂપ સમાન છે. હું અત્યારે ખુબજ ભાગ્યશાળી છું કેમકે નવોદય વિદ્યાલયનું ખુબજ બહોળો અનુભવ ધરાવું છું. ૨૦૧૪માં હું આ વિદ્યાલયની મુશ્કેલીઓ લાગણીઓથી વાકેફ હતો. આજે સાપુતારા ખાતે સન્માનિત કરવામાં આવ્યો મારા માટે ખુબજ આનંદની લાગણી છવાઈ ગઈ છે. વધુમાં તેમણે જણાવ્યું હતું. કે નવોદય વિદ્યાલય ખાતે બાળકો ભણીને સાપુતારા તેમજ ડાંગ જિલ્લાની પ્રતિમા વધારે તે માટે બાળકોને ખૂબજ અભિનંદન પાઠવું છુ.