ગુજરાત

gujarat

ETV Bharat / state

આહવા: સિવિલ હોસ્પિટલમાં કોરોનાં વાયરસને લઈને આઈસોલેશન વોર્ડ તૈયાર કરાયો - Dang news

વિશ્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસને અટકાવવા માટે આહવા સિવિલ હોસ્પિટલ સજ્જ થઈ ગઈ છે. કોરોના વાયરસનાં શંકાસ્પદ કેસ માટે આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યાં છે.

આહવા સિવિલ હોસ્પિટલમાં કોરોનાં વાયરસને અટકાવવા આઇસોલેશન વોડ તૈયાર કરવામાં આવ્યાં
આહવા સિવિલ હોસ્પિટલમાં કોરોનાં વાયરસને અટકાવવા આઇસોલેશન વોડ તૈયાર કરવામાં આવ્યાં

By

Published : Mar 12, 2020, 9:19 PM IST

ડાંગઃ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતેની સિવિલ હોસ્પિટલમાં કોરોના વાયરસને અટકાવવા માટે સિવિલ હોસ્પિટલ સ્ટાફ સજ્જ છે. આ માટે આહવા સિવિલ હોસ્પિટલમાં 10 મેડિકલ ઓફિસર અને પેરામેડિકલ ટીમ તૈયાર કરવામાં આવી છે. આ ઓફીસરો દર્દીઓને રોગનાં લક્ષણો પરથી પારખી જશે. શંકાસ્પદ દર્દીઓ માટે હોસ્પિટલમાં અલગ આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. આ વોર્ડમાં દવાઓ, મેડિકલ સુવિધાઓ અને 10 બેડ તૈયાર કર્યા છે.

આહવા સિવિલ હોસ્પિટલમાં કોરોનાં વાયરસને અટકાવવા આઇસોલેશન વોડ તૈયાર કરવામાં આવ્યાં
આ અંગે આહવા સિવિલ હોસ્પિટલનાં ઈન્ચાર્જ સુપ્રીટન્ડન્ટ ડો.રશ્મિકાંત કોંકણીએ જણાવ્યું હતું કે, કોરોનાં વાયરસને અટકાવવાનાં ભાગ રૂપે 10 આઇસોલેશન બેડ તૈયાર કરવામાં આવ્યાં છે. જેમાં સારવાર માટે ફિજીશિયન, એન્થેટીસ અને ઇન્ફેક્શન કન્ટ્રોલ નર્સ તથા અન્ય સ્ટાફની ટિમ બનાવવામાં આવેલ છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ડાંગ જિલ્લામાં કોરોનાં વાયરસનો એક પણ કેશ નોંધાયો નથી, અને શંકાસ્પદ કોઈ વ્યક્તિ પણ આ હોસ્પિટલમાં આવેલ નથી.થોડાં દિવસો અગાઉ આહવામાં ડાંગનો મુખ્ય ઉત્સવ ડાંગ દરબાર યોજાઈ ગયો. જેમાં સતત પાંચ દિવસ સુધી હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતાં. આ મેળામાં અમુક લોકો માસ્ક પહેરીને ફરતાં જોવા મળ્યાં હતાં. મેળાની ભીડને જોઈને લોકોમાં કોરોનાં વાયરસનાં ડરની કોઈ અસર જણાતી હતી નહીં. છતાં પણ હવે ભારતમાં જ્યારે શંકાસ્પદ કેશોનો આંકડો વધી રહ્યો છે, ત્યારે ડાંગ જિલ્લાની મુખ્ય સિવિલ હોસ્પિટલ અને તેનો સ્ટાફ પણ આ બાબતે સજ્જ છે.

ABOUT THE AUTHOR

...view details