ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગ જિલ્લામાં હાથ ધરાઈ વૃક્ષારોપણની નવતર ઝુંબેશ - HK Wadhwania

ડાંગ જિલ્લામાં મનરેગા કાર્યક્રમ હેઠળ વૃક્ષારોપણની કામગીરી હાથ ધરવામાં આવી છે. જાપાનીઝ પદ્ધતિ એવી "મીયાવાંકી" પ્લાન્ટેશન અપનાવીને વન વિસ્તારની ગીચતા વધારવાના પ્રયાસરૂપે આહવા તાલુકાના મહાલપાડા ગામે લાભાર્થી ખેડૂતના ખેતરમાં પ્રાયોગિક ધોરણે વાવેતર કરવામાં આવી રહ્યું છે.

ડાંગ જિલ્લામાં હાથ ધરાઈ વૃક્ષારોપણની નવતર ઝુંબેશ
ડાંગ જિલ્લામાં હાથ ધરાઈ વૃક્ષારોપણની નવતર ઝુંબેશ

By

Published : Aug 7, 2020, 4:44 PM IST

ડાંગઃ વનાચ્છાદિત ડાંગ જિલ્લામાં ઘનિષ્ઠ વૃક્ષારોપણ કરીને પર્યાવરણનું જતન, સવર્ધન કરવાની દિશામાં નવી જાપાનીઝ પદ્ધતિ એવી "મીયાવાંકી" પ્લાન્ટેશન અપનાવીને વન વિસ્તારની ગીચતા વધારવાના પ્રયાસરૂપે શુક્રવારના રોજ આહવા તાલુકાના મહાલપાડા ગામે લાભાર્થી ખેડૂતના ખેતરમાં પ્રાયોગિક ધોરણે વાવેતર કરવામાં આવી રહ્યું છે, તેમ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ચેરમેન-વ-જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણીયાએ જણાવ્યું હતું.

ડાંગ જિલ્લામાં હાથ ધરાઈ વૃક્ષારોપણની નવતર ઝુંબેશ

ઘનિષ્ઠ વન વાવેતર માટે જાપાનમાં ખુબ જ કામયાબ રહેલી પદ્ધતિ અનુસાર લાભાર્થી ખેડૂતની જમીનમાં તેની સંમતીથી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના મનરેગા કાર્યક્રમ હેઠળ વૃક્ષારોપણ કરીને, ત્રણ વર્ષ સુધી તેની માવજત કરી મનરેગા અંતર્ગત રોજગારી પૂરી પાડવા સાથે, વન ઉછેરની પ્રવૃત્તિ ડાંગ જિલ્લામાં વધુમાં વધુ ખેડૂતો સુધી પહોંચે તેવો સરકારનો આશય છે. તેમ જણાવી, વઢવાણીયાએ ડાંગ જિલ્લાના આહવા તાલુકા ઉપરાંત વઘઈ, અને સુબીર ખાતે પણ લાભાર્થી પસંદ કરીને વૃક્ષ વાવેતર કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

ડાંગ જિલ્લામાં હાથ ધરાઈ વૃક્ષારોપણની નવતર ઝુંબેશ
મહાલપાડાના ખેડૂત ભાવુભાઈ સોમાભાઈ સાહરેના ખેતરમાં અંદાજીત 400 ચો.મી. માં એક હજાર વૃક્ષો વાવીને ગીચ વન ઉભું કરવાના આ કાર્યમાં વન વિભાગની નર્સરીમાંથી વિના મુલ્યે લાભાર્થીને રોપાઓ પુરા પાડવામાં આવ્યા છે.

જયારે જમીન તૈયાર કરવાથી લઈને વૃક્ષ વાવેતર સુધીના કાર્યમાં અંદાજીત 400 માનવદિન રોજગારી ઉત્પન્ન કરવામાં આવી છે, તેમ જણાવતા નિયામક આર.બી.ચૌધરીએ ત્રણ વર્ષના આખા પ્રોજેક્ટ પાછળ અંદાજીત ત્રણેક લાખનો ખર્ચ સરકાર ભોગવે છે તેમ જણાવ્યું હતું. આ ખર્ચ પૈકી 90 ટકા રકમ મનરેગાના રોજમદારોને મળે છે, જયારે વનની ઉપજ લાભાર્થીને મળે છે તેમ પુરક વિગતો આપતા તેમને ઉમેર્યું હતું.

ડાંગ જિલ્લામાં હાથ ધરાઈ વૃક્ષારોપણની નવતર ઝુંબેશ
સામાન્ય વાવેતર કરતા "મીયાવાંકી" પદ્ધતિમાં વનોની ગીચતા 30 ગણી વધારે રહે છે, તો છોડની વૃદ્ધિ સામાન્ય કરતા 10 ગણી વધુ ઝડપે થાય છે. જેથી ટૂંક સમયમાં જ ઘનિષ્ઠ વન ઉભું કરી શકાય છે, તેમ જણાવતા મદદનીશ પ્રાયોજના અધિકારી એસ.આર.પટેલે "મીયાવાંકી" પ્લાન્ટેશન પદ્ધતિ ડાંગના વાતાવરણમાં ખુબ જ સફળ થશે તેમ જણાવ્યું હતું.ઝરમર ઝરમર વરસાદી માહોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં આહવા તાલુકાના આયોજન-સહ-તાલુકા વિકાસ અધિકારી એસ.બી.તબીયાર, મનરેગાના પ્રફુલભાઈ પટેલ, વર્કસ મેનેજર એસ.આર.પટેલ, આસીસ્ટંટ વર્કસ મેનેજર જતીન પટેલ, મહાલપાડા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચશ્રી, ગ્રામ અગ્રણી શ્રી પાંડુભાઈ સહિત તાલુકા/જિલ્લાના અધિકારી/પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details