ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગ જિલ્લામાં 60થી વધુ વયના વ્યક્તિઓઓને વેક્સિન અપાઈ - ડાંગમાં કોરોના વેક્સિનેશન

ડાંગ જિલ્લામાં આજે સોમવારે આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાની 3 સી.એચ.સી, 10 પી.એચ.સી અને આહવા હોસ્પિટલ ખાતે વેક્સિનેશનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં 60 વર્ષથી વધારે વયના લોકોને વેક્સિન આપવામાં આવી હતી.

ડાંગ જિલ્લામાં 60થી વધુ વયના વ્યક્તિઓઓને વેક્સિન અપાઈ
ડાંગ જિલ્લામાં 60થી વધુ વયના વ્યક્તિઓઓને વેક્સિન અપાઈ

By

Published : Mar 1, 2021, 9:54 PM IST

  • 60 વર્ષથી વધુ વયનાં વ્યક્તિઓ માટે રસીકરણ કાર્યક્રમ યોજાયો
  • 130 લોકોએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો
  • એક પણ આડઅસર જોવા મળી નહીં
    ડાંગ જિલ્લામાં 60થી વધુ વયના વ્યક્તિઓઓને વેક્સિન અપાઈ

ડાંગઃ દેશભરમાં આજે સોમવારે સિનિયર સિટીઝન માટે વેક્સિનેશનનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. આજે વડાપ્રધાન મોદી સહિત દેશના અલગ અલગ વિસ્તારમાં વયસ્ક નેતાઓએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો, ત્યારે ડાંગ જિલ્લામાં પણ આરોગ્ય વિભાગ દ્વારા 3 સી.એચ.સી, 10 પી.એચ.સી સેન્ટર અને આહવા સિવિલ હોસ્પિટલ ખાતે વેક્સિનેશન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

ડાંગ જિલ્લામાં 60થી વધુ વયના વ્યક્તિઓઓને વેક્સિન અપાઈ

130 લોકોએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો

આહવા સિવિલ હોસ્પિટલ, એ.એચ.સી તેમજ પી.એચ.સી ખાતે આરોગ્યકર્મીઓ દ્વારા વૃદ્ધ વ્યક્તિઓને વેક્સિનનો ડોઝ આપ્યો હતો. 60થી વધુ સિનિયર સિટીઝન ધરાવતા 130 લોકોને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. જો કે, વેક્સિનના કાર્યક્રમ દરમિયાન કોઈપણ વ્યક્તિ ઉપર આડઅસર જણાઈ નહોતી.

ABOUT THE AUTHOR

...view details