ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગ BTPની રજૂઆત બાદ શેરડી કાપણી કમિશનમાં વધારો કરાયો - dang

ડાંગ જિલ્લા બી.ટી.પી.અને મજૂર સંઘની રજૂઆત બાદ આખરે દક્ષિણ ગુજરાતની સુગર મિલમાં શેરડી કાપણી માટે જતા મજૂરોના ભથ્થામાં સુગરનાં સંચાલકો દ્વારા વધારો કરવામાં આવ્યો છે. આ અંગેનો નિર્ણય રાજ્ય ખાંડ નિયામક સંઘની બેઠકમાં લેવામાં આવ્યો હતો. જેથી કાપણી કમિશનમાં 25નો વધારો કરવામાં આવ્યો છે.

etv bharat
ડાંગ BTPના રજૂઆત બાદ શેરડી કાપણી કમિશનમાં વધારો

By

Published : Aug 25, 2020, 10:09 PM IST

ડાંગ : ગુજરાતનાં છેવાડે આવેલા અને 98 ટકા આદિવાસી વિસ્તાર ધરાવતા ડાંગ જિલ્લામાંથી વર્ષ દહાડે અસંખ્ય મજૂરો દક્ષિણ ગુજરાતમાં સહકારી ધોરણે કાર્યરત સુગર મિલોમાં શેરડી કાપણી માટે જાય છે. તેવામાં ભારતીય ટ્રાયબલ પાર્ટી (BTP)ડાંગ અને મજૂર અધિકાર મંચનાં અથાગ પ્રયત્નો અને રજૂઆત થકી દક્ષિણ ગુજરાતની સુગર મિલમાં કાપણી માટે જતા મજૂરોના ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે.

21 ઓગસ્ટે ભારતીય ટ્રાયબલ પાર્ટી ડાંગ દ્વારા રાજ્યપાલને સંબોધી ડાંગ જિલ્લા કલેક્ટરને આપવામાં આવેલા આવેદનપત્રને પગલે દક્ષિણ ગુજરાતની સુગર મિલો હરકતમાં આવતા આ મજૂરોની મજૂરીમાં વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય ખાંડ નિયામક સંઘની બેઠકમાં લેવાયેલા નિર્ણયમાં શેરડી કાપણી કમિશનમાં 25નો વધારો થતા હવે 250થી વધીને 275 થયા છે. જ્યારે મુકરદમોને પણ 50ને બદલે 55 મળશે.

ભારતીય ટ્રાયબલ પાર્ટી અને મજુર અધિકાર મંચ ડાંગ દ્વારા આપવામાં આવેલા આવેદનમાં શેરડી કાપવા માટે જતા મજૂરોના મજૂરીમાં વધારો કરવા, તેમને કામના સ્થળે રહેવાની સગવડ, પાણી, વીજળી, શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવે તેમજ પડાવ ઉપર આંગણવાડી, પોષણ આહારની સેવા, શિક્ષણ વયના બાળકો માટે એસ.ટી.પી વર્ગો શરૂ કરવામાં વગેરે જેવી મોટા ભાગની માંગણીઓનાં સંદર્ભે રાજ્ય ખાંડ નિયામક સંઘ દ્વારા હકારાત્મક વલણ બતાવતા ડાંગ જિલ્લા બી.ટી.એસ પ્રમુખ રાકેશભાઈ પવાર દ્વારા જિલ્લા પ્રસાસન સહિત સુગર મિલોનો આભાર વ્યક્ત કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details