ગુજરાત

gujarat

ETV Bharat / state

Rain in Dang : વરસાદી વાતાવરણથી ડાંગની પ્રકૃતિ અત્યંત સુંદર ખિલી ઉઠી - ગુજરાતમાં વરસાદી વાતાવરણ

ડાંગ જિલ્લામાં મેઘરાજાની (Rain in Dang) રમઝટ સારી સામે આવી રહી છે. ડાંગમાં સારા વરસાદને લઈને ચારેકોર હરીયાળી, ધુમ્મસ, વાદળો, ડુંગરો ઉપરથી ધબકતા ઝરણા વરસી રહ્યા છે. ત્યારે જૂઓ ડાંગ જિલ્લાનું વરસાદી (Gujarat Rain Update) વાતાવરણ કેવું છે.

Rain in Dang : વરસાદી વાતાવરણથી ડાંગની પ્રકૃતિ અત્યંત સુંદર ખિલી ઉઠી
Rain in Dang : વરસાદી વાતાવરણથી ડાંગની પ્રકૃતિ અત્યંત સુંદર ખિલી ઉઠી

By

Published : Jul 8, 2022, 11:35 AM IST

ડાંગ : રાજ્યમાં મેધરાજાએ રમઝટ સારી (Gujarat Rain Update) બોલાવી છે, ત્યારે ડાંગ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન સરેરાશ 38.25 મીમી વરસાદ નોંધાયો છે. જિલ્લામાં સાર્વત્રિક વરસાદને પગલે અહીંના ખેડૂતો તેમના ખેતી (Gujarat Weather Prediction) કામમાં જોતરાઈ ગયા છે. તો બીજી તરફ નદી, નાળા, કોતરો, અને ઝરણાઓમાં પણ નવા નીર (Moonsoon Gujarat 2022) જોવા મળી રહ્યા છે.

પ્રકૃતિ

આ પણ વાંચો :Rain in Navsari : રેડ એલર્ટને પગલે NDRFની ટીમ તૈનાત

વરસાદી વાતાવરણ - ડાંગ જિલ્લા ફ્લડ કંટ્રોલ કક્ષ તરફથી મળતી માહિતી મુજબ આહવા તાલુકામાં 24 કલાક દરમિયાન 47 મીમી વઘઇમાં 44 મીમી, સુબિરમાં 20 મીમી અને સાપુતારા પંથકમાં છેલ્લા 24 કલાકમાં 42 મીમી વરસાદ વરસ્યો છે. તેમજ જિલ્લામાં કુલ 153 મીમી વરસાદ નોંધાયો છે. આ સાથે ડાંગ જિલ્લામાં ચાલુ વર્ષનો કુલ વરસાદ 1222 મીમી એટલે કે સરેરાશ 305.5 મીમી વરસાદ નોંધાઈ ચુક્યો છે.

પ્રકૃતિ

આ પણ વાંચો :Rain in Navsari : નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, હાઇવે પર પાણી ભરાતા વાહનવ્યવહારને અસર

હરિયાળી જોવા લોકોના ટોળા -ચોમાસુ જામતા સહ્યાદ્રીની ગિરિમાળાની સમગ્ર વન્ય સૃષ્ટિ ખીલી ઉઠી છે. ચારેકોર હરીયાળી, ધુમ્મસ, વાદળો, ડુંગરો ઉપરથી નીચે ખીણમાં ખાબકતા અનેક નાના મોટા જળધોધ પુનઃ જીવંત (Rain in Dang) થયા છે. પ્રકૃતિના આ અણમોલ નજારાને માણવા, અને ડાંગની સુંદરતાને મનભરીને જોવા માટે, પ્રકૃતિપ્રેમી પ્રવાસીઓના ટોળેટોળા ડાંગ તરફ આવી રહ્યા છે, ત્યારે અહીં કોઈ અનિચ્છનિય બનાવ ન બને, અને જાહેર માર્ગો ઉપર યાતાયાત નિર્વિઘ્ને ચાલુ રહે તે માટે સ્થાનિક પોલીસ તેમજ તંત્ર પણ જહેમત ઉઠાવી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details