ગુજરાત

gujarat

ETV Bharat / state

આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને ડાંગ જિલ્લાનો શિક્ષણ વિભાગ ફાયર સેફટી બાબતે સજ્જ - SFT

ડાંગ: સુરતની તક્ષશિલા અગ્નિકાંડ બાદ રાજ્યભરમાં પ્રાથમિક, માધ્યમથી, ઉચ્ચત્તર માધ્યમિક સરકારી અને ખાનગી બંને શાળાઓમાં ફાયર સેફટીની બાબતે તકેદારી રાખવામાં આવી રહી છે. ત્યારે હાલ ચોમાસું નજીક હોવાના પગલે ડાંગ જિલ્લા શિક્ષણ વિભાગ પણ ફાયર સેફટીના બાબતે સજ્જ બન્યું છે. શાળાઓમાં ફાયર સેફટી ઉપરાંત ચોમાસા દરમિયાન કોઈ મોટી હોનારત ન સર્જાય તે અંગે પણ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ખાસ શાળાના આચાર્યોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે. આગ લાગવાની ઘટના ન બને તે અંગે શાળા અને ખાસ કરીને હોસ્ટેલોમાં બાળકોને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

ડાંગ

By

Published : Jun 14, 2019, 5:10 PM IST

ડાંગ જિલ્લાની શાળાઓમાં ફાયર સેફટી જળવાઈ રહે તે ઉપરાંત ચોમાસા દરમિયાન કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે અંગે ખાસ કાળજી લેવામાં આવી રહી છે. જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા દરેક શાળાઓમાં ફાયર સેફટી જળવાઈ રહે તે માટે આચાર્ય અને શિક્ષકોને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે.

ડાંગ જિલ્લાના શિક્ષણ અધિકારી મણિલાલભાઈ ભુસારા Etv Bharat સાથે વાત કરતાં જણાવે છે કે, સુરત અગ્નિકાંડ બાદ ફાયર સેફટી અને આપત્તિ વ્યવસ્થાપનના સંદર્ભમાં શાળા કક્ષાએ તપાસની ઝુંબેશો ચાલુ છે. ડાંગ જિલ્લામાં કુલ 66 માધ્યમિક શાળાઓ છે. 4 આશ્રમ શાળાઓ આવેલ છે. જેમાં રેસિડેન્સલ શાળાઓમાં રસોઈના સાધનોની ખાસ કાળજી રાખવામાં આવે તેની તકેદારી રાખવામાં આવે છે. તે માટે ગેસ કનેક્શનની પાઇપો સાફ થયેલી હોવી જોઈએ અને ગેસના બાટલાથી બાળકોને દૂર રાખવામાં આવે તે માટે દરેક આચાર્યોને સૂચનાઓ આપી દેવામાં આવી છે.

આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને ડાંગ જિલ્લાનું શિક્ષણ વિભાગ ફાયર સેફટી બાબતે સજ્જ

ડાંગ જિલ્લામાં મોટાભાગે હોસ્ટેલોમાં બળતણ તરીકે લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે લાકડાના લીધે પણ દુર્ઘટના થવાની સંભાવના રહેલી છે જેના પગલે કામ પૂર્ણ બાદ તરત લાકડાં ઓલવી દેવામાં આવે તે જરૂરી છે. સુરતની ઘટના બાદ શાળાઓમાં વધુ સતર્કતા રાખવામાં આવી રહી છે.

જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા દરેક શાળાઓમાંથી ત્રિમાસિક અહેવાલ લેવામાં આવે છે. જેમાં ફાયર સેફટીની ધ્યાનમાં રાખીને ફાયર બાબતે કેવી તકેદારી રાખવામાં આવે છે તે અંગેની જાણ વગેરે લેવાની હોય છે. શાળામાં નવા સત્રથી જે ફાયર કીટ ખાલી છે તેમને ભરી દેવામાં આવશે ઉપરાંત જૂની ફાયર કિટને ચેક કરવામાં આવે છે.

ચોમાસાના વરસાદી સીઝનના પગલે બાળકો નદીઓમાં તણાઈ ન જાય તેની તકેદારી રાખવામાં આવે છે ઉપરાંત વાવાઝોડું વખતે શાળા નજીક આવેલ વૃક્ષોની ડાળીઓની કટીંગ કરી નાખવામાં આવે એવી સૂચના અગાઉથી જ દરેક શાળાના આચાર્યોને આપી દેવામાં આવે છે. બાળકો નિર્ભયપણે ભણી શકે તે માટે તમામ પ્રયત્નો કરવામાં આવે છે.

વઘઇ તાલુકા ઘટક સંઘના પ્રમુખ સુરેન્દ્રભાઈ ગાવીત કે, જેઓ લહાન બરડામાં પ્રા.શાળાના શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે તેઓ જણાવે છે કે, જિલ્લા લેવલની માહિતીઓના માર્ગદર્શન હેઠળ તેઓ શાળાઓમાં કામગીરી કરી રહ્યા છે. ફાયર સેફટી વિશે વાત કરતા તેઓ જણાવે છે કે, દરેક જગ્યાએ ફાયર સેફટીના સાધનો મળ્યાં છે અને જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા જે રીતના માહિત આપવામાં આવી છે તે મુજબ તેઓ ફાયર સેફટી વિશે દરેક જગ્યાએ માહિતી પૂરી પાડી રહ્યા છે.

નડગચોંડ પ્રા.શાળાના આ.પ્રિન્સીપાલ સતીશભાઈ પટેલ ફાયર સેફટી વિશે વાત કરતાં જણાવે છે કે, આજ સુધી ફાયર કે અન્ય કોઈ મોટી ઘટના બની નથી છતાં પણ તેઓ શાળાના બાળકોને સેફટીની લઈને સલાહ સુચન કરતાં હોય છે. ઇલેક્ટ્રિક થાંભલા, વાવાઝોડાથી કઈ રીતના બચી શકાય તે ઉપરાંત શાળામાં મધ્યાહન ભોજન બનાવતી વખતે ગેસનું બર્નર બંધ છે કે નહીં તે ચેક કર્યા બાદ જ બર્નરને ચાલું કરવામાં આવે અને તે માટે તેઓ બાળકોને તેના વિશે માહિતગાર કરે છે તથા કોઈ દાઝી ન જાય તેની પણ ખાસ તકેદારી રાખવામાં આવી છે.

વધુમાં તેઓ જણાવે છે કે, શાળામાં ફાયર કીટ આપવામાં આવી છે પણ તેનો પ્રેક્ટિકલ ઉપયોગ કઈ રીતના કરવાનો તેના વિશે ડેમો આપવામાં આવ્યો નથી. નડગચોંડ શાળામાં શિક્ષકોની માગ છે શાળામાં વધુ ફાયર કીટ પુરી પાડવામાં આવે જેથી તેઓ આપત્તીજનક સમયે તેનો ઉપયોગ કરી શકે.

સુરતની ઘટનાને ધ્યાનમાં રાખીને દરેક જગ્યાએ ફાયર સેફટીને લઈ તકેદારી રાખવાની ઝુંબેશ ચાલુ છે ત્યારે ડાંગ જિલ્લા શિક્ષણ વિભાગ પણ ફાયર સેફટીને લઈ સજ્જ બન્યું છે. શાળાઓમાં સેફટી જળવાઈ રહે તે માટે બાળકોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને ચોમાસાના પગલે વધુ સતર્ક રીતના શાળાઓમાં સેફટી જળવાઈ રહે અને બાળકો સુરક્ષિત રહે તે માટે શિક્ષણ વિભાગ તરફથી શાળાના આચાર્યોને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details